Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામજોધપુર જીલ્લા પંચાયતની બેઠક માટે આગેવાનની ટિકીટ કપાતા અસંતોષ

જામજોધપુર,તા. ૨૫: જામ જોધપુરના શહેરના સગર સમાજના એક અગ્રણીને સાઇડલાઇન કર્યા પછી ૨૦ વર્ષે જુના અને બક્ષીપંપચ મોરચાના પ્રમુખ રહી ચુકેલા માલદેભાઇ પીપરોતરને ભાજપ દ્વારા ટીકીટ ન ફાળવતા માલદેભાઇના પત્નીએ ધ્રાકા તાલુકા પંચાયત સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધવી છે.

માલદેભાઇના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલમા ભાજપમાં આવેલ ને ટીકીટ ફાળવતા વર્ષો જુના વફાદારીને અન્યાય થયો છે જેથી સમાજના અગ્રણીઓને સાથે રાખી અપક્ષ ઉમેદવારી કરી છે આમ સગર સમાજનો રોષભાજ્ય માટે ભારે પડી શકે તો નવાઇ નહીં.

મોટી ગોપ જિલ્લા પંચાયત બેઠક સગર સમાજના નિર્ણાયક મતો હોય ભાજપા માટે સગર સમાજના વફાદાર આગેવાનની ટીકીટ કાપવી ઘાતક સાબિત થશે તેવુ રાજકીય પંડીતોમાં ચર્ચાય છે.

(11:35 am IST)