Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

હળવદના સુસવાવના ખેતરમાં બકરાં ચરાવવા મામલે મારામારી

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૫:  તાલુકાના સુસવાવ ગામમાં ખેતરમાં બકરાં ચરાવવા મામલે મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

હળવદ પોલીસ મથકમાં ગઈકાલે પ્રવિણભાઇ નાગરભાઇ ચાવડાએ માલ ઢોર ચરાવનાર બે અજાણ્યા માણસો (બંને રહે. કડીયાણા ગામ) તથા લાલ કલરનુ ટ્રેકટર નં.જી.જે.૧૩ એ.એચ.૧૮૬૮ વાળા ટ્રેકટરના ચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૨ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામા આરોપીએ તેના ખેતરના શેઢે વિટાળેલ તાર તોડી નુકશાન કર્યું હતું. અને બકરા ફરીયાદીના ખેતરના શેઢે આવવા દેતા હતા.

આ બાબતે ફરિયાદી આરોપી સાથે વાત કરવા જતા આરોપીએ ઉશ્કેરાય જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. તથા પાછળથી બીજા બે અજાણ્યા આરોપીઓએ આવી ફરીયાદીને લાકડી વડે ઢીક્કા પાટુનો માર માર્યો હતો. ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(10:30 am IST)