News of Sunday, 25th February 2018

જોડીયાના બાલંભા ગામને વતનપ્રિય અેન.આર.આઇ લોકોઅે બાલંભાને સ્‍માર્ટ વિલેઝ બજાવવાનો નિર્ણય

જોડીયા  : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામને સ્માર્ટ વિલેજ બનાવવાની પહેલ કરવામા આવી છે. આ પહેલ બીજા કોઈએ નહીં પણ મૂળ બાલંભા ગામના અને હાલ એનઆરઆઈ હોય તેવા કેટલાક લોકોએ કરી છે.

બાલંભા ગામને સ્માર્ટ બનાવવાની શરૂઆત શનિવારથી કરવામા આવી. ગ્રામજનોની હાજરીમાં જ બાલંભાને સ્માર્ટ બનાવવાની નેમ વ્યકત કરવામા આવી. આ પ્રસંગે ધ્રોલ-જોડીયા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ મૂછડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી એક હજાર દિવસમા બાલંભાને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે. જેના માટે એક સમિતિનું પણ નિર્માણ કરવામા આવશે. જે સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ રાખશે.

(5:56 pm IST)
  • સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં રમાયેલી ટી -20 ક્રિકેટ સિરીઝના નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાએ 7 રનથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે ભારતીય ટીમે વન-ડે સીરીઝ (5-1)થી જીત્યા બાદ ટી-20 સિરિઝમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2-1થી કરારી હાર આપી છે. access_time 10:46 am IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને ફરી એકવાર ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડિહાઈડ્રેશન અને બ્લડ પ્રેશરની ફરિયાદને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ગુરુવારે જ મુંબઈથી સારવાર લઈને ગોવા ગયા હતા. access_time 1:15 am IST

  • વિવાદીત બાબરી મસ્જીદ ઉપરનો હક્ક નહીં છોડીએ : મસ્જીદ હતી અને રહેશે : અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર access_time 11:54 am IST