Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

જેતપર નજીક તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા ૪ શકુની ઝડપાયા

મોરબી: મોરબી જીલ્લા પોલીસ વડાની સુચનાથી તાલુકા પોલીસ જેતપર રોડ પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૨૫,૩૦૦નાં મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના તથા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ  મોરબી તાલુકા પોલીસ જેતપર રોડ પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપર ગામથી રાપર જવાના રસ્તે તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમતા જીલાભાઈ રેવાભાઈ પડસાડીયા(ઉ.૩૫) રહે-જેતપર પ્લોટ વિસ્તાર, નરેન્દ્રપૂરી ન્યાલપૂરી ગોસ્વામી (ઉ.૪૦) રહે-જેતપર ભરવાડ શેરી, રાજાભાઈ વેલાભાઇ ગમારા (ઉ.૩૪) રહે-નવાપરા પ્લોટ જેતપર અને સાહિદભાઈ હબીબભાઈ કેડા (ઉ.૨૦) રહે-મઢુલીવાળી શેરી જેતપર વાળાને કુલ કીમત રૂ.૨૫,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:39 am IST)