Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મોટા ભાડિયાના દેવાંગ ગઢવીની હત્‍યા આરોપીએ લાશના કટકા કરી બોરના ખાડામાં નાખી દીધા : વિવિધ ટીમો ઘટના સ્‍થળે : ખોદકામ બાદ યુવાના મૃતદેહના આવશેષો મળ્યા

માંડવી (કચ્‍છ): અહીંના મોટા ભાડિયાના યુવાન દેવાંગ માણેક ગઢવીની હત્‍યા થયાની ઘટના બન્‍યા પછી પોલીસ તંત્રએ પગલા લઇ હત્‍યારાને શોધી કાઢયો હતો.

હત્‍યાના આરોપીએ પોલીસ પુછપરછમાં તેણે દેવાંગની હત્‍યા કરીને તેની લાશના ટુકડા કરી અને લાશને કોથળામાં ભરીને ૮૦ ફૂટ ઉંડા ખાડામાં નાખી હોવાનું જણાવતા, પોલીસે લાશનો કબજો મેળવવા માટે  80 ફૂટ ઉંડા બોરમાં ખોદકામ શરૃ કર્યું હતું. આમ દિવસના ખોડકામ બાદ યુવકના મૃતદેહના અવશેષો મળ્યા હતા. ખોદકામ દરમિયાન ધડ, બે હાથ અને પગના ટૂકડા મળી આવ્યા હતા. LCB, SOG અને FSL અને . મેજીસ્ટ્રેટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

મોટા ભાડિયાના યુવાન દેવાંગ માણેક ગઢવીની હત્યા કરી તેની લાશના કટકા કરી બોરમાં નાખી દેવામાં આવી હોવાની જાણ પોલીસને થઈ છે. છેલ્લા 6 દિવસથી ખોદકામ અવિરત પણે ચાલુ રાખ્યું હતું. ઉંડાણ વધુ વધતા નીચે જમીન વધુ પથરાળ આવી રહી હતી જેના પગલે સારો એવો સમય ખોદકામમાં નીકળી ગયો હતો. દિવસના ખોદકામ બાદ યુવકની લાશના ટૂકડા મળી આવ્યા હતા.

(10:42 am IST)