Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામખભાળીયા પો સ્ટે ના પોલીસ કર્મચારીને જામખભાળીયા

સેશન્સ કોર્ટ દ્રારા લાચના ગુન્હામાં કેદની સજા અને દંડ ફટકારાયો

જામ ખંભાળીયા ;સને-૨૦૦૨ માં ફરીયાદીના બનેવી વિરૂધ્ધ જામખભાળીયા પોલીસ સ્ટેશનમાં અરજી થયેલ હોય જે અરજીની તપાસ જામખભાળીયા પો.સ્ટે માં ફરજ બજાનતા તત્કાલીન અના ,પો.હેંડ કોન્સ.નીરૂભા પોપટભાઇ જાડેજા દ્રારા કરવામાં આવેલ અને તે અરજી ફાઈલ કરવાની અવેજ પેટે આરોપીએ ફરીયાદી પાસે રૂ.2૦00ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૧ 000 આપવાનો વાયદો થયેલ જે વાયદા પૈકી રૂ.૮૦૦, ફરીયાદીએ આરોપીને આપી દીધેલ અને બાકીના રૂ.ર૦૦ બાબતે ફરીયાદી પાસે આરોપી અવારનવાર ઉઘરાણી કરતા હૉય જેથી આ બાબતે ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, એ સી.બી.ના ટ્રેંપિંગ અધિકારી મારકતે આરોપી વિરૃધ્ધ છટકુ ગોઠવતા તે લાંચનું છટકું તા ૦૫/૦૯/૨૦૦૨ ના રોજ સફળ રહેવા પામેલ

 આ કામે આરોપી વિરૂધ્ધ જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ,ર ન. ૬/ર૦૦૨ ભ્ર ,ની,અધિ ,સને ૧૯૮૮ ની કલમ ૭, ૧૩(૧)/ધ) તથા ૧૩(ર) મુજબ મુજબનો ગુન્હો તા ૦૬/0૯/ર૦૦ર ના રોજ દાખલ થયેલ હતો,બાદ આરોપી વિરૂધ્ધની તપાસના અંતે ત.ક અ  દ્રારા નામ સેશન્સ કોર્ટ, જામખંભાળીચામાં ચાર્જશીટ દાખલ કરવામા આવેલ. બાદ આ કેસ નામદાર સેશન્સ કોર્ટ જામખંળાળીયામાં ચાલી જતા સરકારી વકીલ એલ.આર ચાવડાઓની ધારદાર દલીલોના આધારે નામદાર બીજા,,એડિશનલ સેસન્સ જજ ડી,ડી બુદ્ધદેવ સાહેબની કોર્ટ )જામખંળાલીયા જી દેવભૂમી દ્વારકાનાઓ દ્રારા તા ૨૫/૦૧/૨૦૨૨ ના રોજ આરોપીને લાંચ રૂશ્રત નિવારણ ધારા ૧૯૮૮ની ક્લમ-ક મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૧-વર્ષની સાદી કેદની સજા તથા રૂ ર,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા લાંચ રૂશ્રાત નિવારણ ધારા ૧૯૮૮ની ક્લમ ૫૩(૧)ઘ) તથા ૧૨[ર) મુજબના ગુનામાં તકસીરવાન કસવી ર વર્ષની સાદી કૈદની સજા તથા રૂ.૫.૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬માસ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે

કોઈ સરકારી કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એસીબી. કચેરીના ટોલ ફ્રી ન-૧૦૬૪ ફોન ન-૦૭૯ 22866772/ ફેક્સ નં079 -22869228 વોટ્સએપ ન, 90999 11955   ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સપકં કરવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે

(11:58 pm IST)