Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અમરેલીમાં ભુંડ પકડવાનો ધંધો કરતા ર પરિવારો વચ્ચે ડખ્ખોઃ તલવાર - પાઇપ - ધારીયાથી મારામારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨પ : અમરેલી સાવરકુંડલા રોડ સંકુલ પાસે રણતશીંગ મહેન્દ્રશીંગ ટાંક ઉ.વ.૪રના ભાઇ પ્રેમશીંગ મહેન્દ્રશીંગ અને ભત્રીજો બીજરાજશીંગ તથા સતનામશીંગ મહેન્દ્રશીંગ ભુંડ પકડવાનો ધંધો કરતા હોય, જે લોકો બે બાઇક ઉપર આવીને તલવાર, પાઇપ અને ધારીયા જેવા હથિયાર ધારણ કરી અમારૂ ભુંડ કેમ ચોરેલ તેવું જણાવી ઉશ્કેરાઇ માર મારી ધમકી આપ્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે પ્રેમશી઼ગ મહેન્દ્રશીંગ ટાંક ઉ.વ.૩૭એ સામાવાળા ભુંડ ભરી જતા ઠપકો આપતા રણજીતશીંગ,  જરનલશીંગ ઉર્ફે પાજીએ પાઇપ વડે માર મારી ધમકી આપ્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મારામારીનો બનાવ બન્યો ત્યારે નજીક રહેલ પોલીસ આ ઘટના જોઇ જતા તેમણે સમયસર પહોંચી અને વધુ અનિચ્છનીય બનાવ બને તે પહેલા પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

ઝેરી દવા પી લેતા મોત

અમરેલી વડીયાના બરવાળા બાવીસી ગામે રહેતા હિરાભાઇ ગીગાભાઇ મારૂ ઉ.વ.૭૦ને પેટમાં દુઃખાવો થતો હોય જે સહન ના થતા ઝેરી દવા પી જતાં અમરેલી દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજયાનું પુત્ર નાથાભાઇ મારૂએ વડિયા પોલીસમાં જાહેર થયું છે.

મોત

અમરેલી ચકકરગઢ રોડ ગંગાનગર બાલાજી હાઇટ ત્રીજો માળ રાખીને કમલશેભાઇ સરૈયા ઉ.વ.૪૭ને બીપીની બીમારી હોય ઘણા સમયથી દવા ચાલુ હોય જેથી અગાસી ઉપરથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થવાથી મોત નીપજયાનું પતિ કમલેશભાઇ સરૈયાએ અમરેલી સીટી  પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:10 pm IST)