Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મોરબીના રવાપરમાં સરકારી ખરાબાઓ પર ગેરકાયદે કબ્જા બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ.

હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા તંત્ર ઉપર આક્ષેપો : સરકારી ખરાબાઓ પર આવારા તત્વોનો કબ્જો દૂર કરાવા રજૂઆત.

મોરબીના રવાપર ગામની આસપાસમાં આવેલા કિંમતી સરકારી ખરાબાઓમાં થયેલ ગેરકાયદેશર દબાણો હટાવી સાચા માંગણીદરોને જમીન ફાળવવા હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી સ્થાનિક તંત્ર ઉપર મીલીભગત અંગે આક્ષેપો કરાયા છે.
હ્યુમન રાઇટ્સ એસોસિએશનના સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી જીલ્લામાં મોરબી શહેરને અડીને આવેલ રવાપર ગામ કે જે હાલ મોરબી શહેરનો જ એક ભાગ બની જવા પામેલ છે.આ રવાપર ગામમાં ઘણા સરકારી ખરાબાઓ આવેલ છે. હાલમાં આ ખરાબાઓ પર આવારા તત્વો દ્વારા કબજો જમાવવામાં આવેલ છે. આ કીમતી જમીનો છે.પરંતુ સરકારી તંત્ર મુક બનીને તમાશો જોયા કરે છે. પરંતુ કોઈ એક્શન લેતું નથી. જાણે કે આ દબાણો થાય છે. તેમાં તંત્રની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે.
વધુમાં રજુઆતમાં અન્ય કિસ્સાઓમાં થતી લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહીની જેમ રવાપર ગામની સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવા હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ અંતમાં માંગણી ઉઠાવી છે.

(12:18 pm IST)