Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગિરનાર પર્વત થીજી ગયોઃ ૧.૧ ડીગ્રી

કચ્છના નલીયામાં ૪.૮ ડીગ્રી, ગાંધીનગર પ.પ, જુનાગઢ ૬.૧, રાજકોટ અને અમદાવાદમાં ૮.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ૧૦ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રીની નીચે

રાજકોટ, તા., ૨૫: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં રવિવારથી શરૂ થયેલ ઠંડીનો રાઉન્‍ડ આજે પણ યથાવત છે આજે જુનાગઢનો ગિરનાર પર્વત થીજી ગયો છે. અહી લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી નોંધાયું છે જેના કારણે લોકો લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા છે.
કચ્‍છના નલીયામાં ૪.૮ ડીગ્રી, ગાંધીનગર પ.પ, જુનાગઢ ૬.૧, રાજકોટ અને અમદાવાદમાં ૮.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં ૯.૪ ડીસા ૭૬, કંડલા ૯.૬ સહીત ૧૦ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રીથી નીચે રહયો છે. જયારે જામનગરમાં ૧૦.ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે ગિરનાર પર્વત ઉપર રેકોર્ડબ્રેક ૧.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવતા લોકો ઠુંઠાઇ ગયા છે અને કાતીલ ઠંડકના કારણે અસલ શિયાળાનો મિજાજ જોવા મળી રહયો છે.
ગિરનાર પર્વત ઉપર  કડકડતી ઠંડીના કારણે પ્રવાસીઓ પણ ઠંડીની ઝપેટમાં આવી ગયા હતા. જુનાગઢમાં ૪ વર્ષમાં પછી ૬.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
આજનું હવામાન રર.પ મહતમ ૧૦.ર લધુતમ ૧૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૧ પ્રતિ કલાક પવનની ગતી .

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત     ૧.૧        ડિગ્રી

નલીયા      ૪.૮   ,,

ગાંધીનગર   ૫.૫   ,,

જુનાગઢ     ૬.૧   ,,

અમદાવાદ   ૮.૬   ,,

રાજકોટ      ૮.૬   ,,

વડોદરા     ૧૦.૦  ,,

ભાવનગર   ૧૧.૬  ,,

ભુજ         ૧૦.૨  ,,

દમણ        ૧૧.૪  ,,

ડીસા         ૭.૬   ,,

દીવ         ૧૧.૦  ,,

દ્વારકા        ૧૪.૦  ,,

કંડલા        ૯.૬   ,,

સુરત        ૧૧.૦  ,,

પોરબંદર    ૯.૪   ,,

વેરાવળ     ૧૧.૭  ,,

જામનગર    ૧૦.૨  ,,



 

(3:31 pm IST)