Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

હળવદના તસ્‍કરો અનલોક : બે રહેણાંક મકાનને નિશાન બનાવતા નિશાચરો

૯૦ હજારની રોકડ સમેત દાગીના ગયા

હળવદ, તા. ર૪ : સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્‍ડ સોસાયટીમાં રહેતા કૈલાશ ગીરી ગોસ્‍વામી પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્‍યારે ગતરાત્રીના કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાના બે ચેઈન,સોનાની છ વીંટી અને એક ચાંદીની લક્કી તેમજ ૭૦ હજાર રોકડ લઈ ગયા હોવાનું સામે આવ્‍યું છે  જ્‍યારે આ જ સોસાયટીમાં અન્‍ય એક મકાનમાં પણ તસ્‍કરો હાથફેરો કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. નિશાચરો આટલે થી ન અટકી આલાપ ટાઉનશીપમાં પણ એક મકાનને નિશાન બનાવ્‍યું હતું જેમાં  હરેશભાઈ પરીવાર સાથે બહાર ગયા હોય ત્‍યારે તેઓના પણ રહેણાંક મકાનમાં ગતરાત્રીના જ તસ્‍કરોએ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની બુટ્ટી અને વીસ હજાર રોકડ લઈ ગયા છે. બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસના જવાનો ઘટનાસ્‍થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં કેટલાક શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓ જણાતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં પાછલા એકાદ અઠવાડિયાથી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં તસ્‍કરો અનલોક બન્‍યા છે.  દિનપ્રતિદિન ગ્રામ્‍ય વિસ્‍તાર અને શહેર માં ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી પોલીસ તસ્‍કરો પર પોતાની ધાક જમાવે તે જરૂરી છે.

 

(10:55 am IST)