Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શિક્ષણ વિભાગના ૧૬૮ અધિકારીઓની બદલી

મધ્યાહન ભોજનના મુકેશ ધંધુકિયા, જસદણના હિતેષ સોમૈયા, પડધરીના નમ્રતા મહેતા રાજકોટમાં શિક્ષણ નિરીક્ષક પદે : રાજકોટના વિપુલ મહેતા જસદણમાં : રાજુલાના લતા ઉપાધ્યાય અમરેલીમાં : જૂનાગઢના રમેશ જેઠવા મેંદરડામાં

રાજકોટ તા. ૨૫ : રાજ્ય સરકારની શાળાઓ માટેની કમિશનર કચેરી દ્વારા શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૬૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના આ અધિકારીઓની બદલીના હુકમ નાયબ શિક્ષક નિયાક (મહેકમ) શ્રી વી.આર. ગોસાઇની સહીથી પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીના શિક્ષણ નિરીક્ષક વિપુલ મહેતાને સરકારી મોડેલ સ્કુલ જસદણમાં આચાર્ય પદે, સપના પરમારને બાઇસાહેબા હાઇસ્કુલમાં આચાર્ય પદે, ગોંડલ મોંઘીબા સ્કુલના આચાર્યા હેમલબેન આનંદપરાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલવામાં આવ્યા છે. જૂનાગઢના શિક્ષણ નિરીક્ષક રણવીરસિંહ પરમારને કેશોદની સર એલ.કે.હાઇસ્કુલના આચાર્ય બનાવાયા છે. વેરાવળની એમ.પી.કન્યા શાળાના આચાર્ય નિલેષગીરી અપારનાથીની સોમનાથમાં શિક્ષણ નિરીક્ષક તરીકે અને રાજકોટના મધ્યાહન ભોજનના નાયબ શિક્ષણાધિકારી મુકેશ ધંધુકિયાની રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી થઇ છે. શ્રી ધંધુકિયાના સ્થાને રાજકોટના શ્રીમતિ રીના કાનાણી મુકાયા છે.

રાજકોટના શિક્ષણ નિરીક્ષક ઉષાબેન વાઘેલાને ગોંડલ મોંઘીબા શાળામાં આચાર્ય, પડધરી સરકારી શાળાના આચાર્ય નમ્રતા મહેતાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં, જસદણ સરકારી મોડેલ શાળાના આચાર્ય હિતેષ સોમૈયાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં, જામનગર ડી.ઇ.ઓ. કચેરીના બીનાબેન દવેને ત્યાંની ડી.ઇ.ઓ. કચેરીમાં, રાજકોટની બાઇસાહેબા હાઇસ્કુલના આચાર્ય બીનાબેન જોબનપુત્રાને ડી.ઇ.ઓ. કચેરીમાં મુકાયા છે.

(10:52 am IST)