Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ધોરાજી પંથકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના રસ્‍તા માટે ૬.૫૦ લાખ મંજૂર કરાવતા લલીત વસોયા

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૨૫ :. ધોરાજીથી ભોળા, છાડવાવદ, ભોલ ગામડા અને ચીખલીયા અને હાડફોડી રોડ મગરની પીઠ જેવો થઈ ગયેલ હતો અને ગ્રામ્‍ય વિસ્‍તારોના સરપંચો, અગ્રણીઓએ ધારાસભ્‍ય લલીતભાઈ વસોયાને રોડ અંગે રજૂઆત કરી હતી.
ધારાસભ્‍ય શ્રી સરકારમાં રજૂઆત બાદ રોડમાં તંત્ર દ્વારા રૂા. ૬ કરોડ ૫૦ લાખના ખર્ચ અંદાજીત ૧૩ કિ.મી.નો રોડ બનશે.
આ અંગેની જાહેરાત થતા અગ્રણીઓ અને સરપંચોએ ધારાસભ્‍યનો આભાર વ્‍યકત કરેલ હતો તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરાની યાદીમાં જણાવેલ હતું

 

(10:31 am IST)