Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામકંડોરણા તાલુકામાં એક જ દિવસમાં કોરોનાના ૩૦ પોઝીટીવ કેસ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. રપ : તાલુકા હેલ્‍થ ઓફીસર ડો. સમીર દવેના જણાવ્‍યા મુજબ કાલે જામકંડોરણા તાલુકામાં એક જ દિવસમાં કોરોનાના ત્રીસ પોઝીટીવ કેસ નોંધાયા છે.
તાલુકા હેલ્‍થ ઓફીસર ડો. સમીર દવેએ દરેક લોકોને માસ્‍ક પહેરવા તેમજ સોશ્‍યલ ડીસટન્‍સ જાળવવા અને કોરોનાની રસી લેવાની બાકી હોય તેઓએ રસી લઇ લેવા અપીલ કરેલ છે તેમજ આજે તાલુકામાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે મેગા વેકસીનેશન ડ્રાઇવ રાખવામાં આવેલ છે. આ સાથે આજે જામકંડોરણા તાલુકાના આરોગ્‍ય સ્‍ટાફ, આઇ. સી. ડી. એસ. સ્‍ટાફ, આંગણવાડી સ્‍ટાફ, તલાટી મંત્રીઓ, પોલીસ સ્‍ટાફ, જી. આર. ડી. સ્‍ટાફ, શિક્ષકોને પ્રિમોશન ડોઝ માટેનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 

(10:28 am IST)