Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોરોનાના કારણે કચ્છમા ભચાઉના બદલે ભુજમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે : પરેડ અંતર્ગત રિહર્સલ યોજાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::આવતીકાલે તા.૨૬ મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કચ્છ જીલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાધેલાની ઉપસ્થિતિમાં આર.આર.લાલન કોલેજ ભુજ ખાતે કરવામાં આવશે. જે અન્વયે આર.આર.લાલન કોલેજ ગ્રાઉન્ડ ભુજ ખાતે રિહર્સલ યોજાયુ હતું. કચ્છના અધિક નિવાસી કલેક્ટરશ્રી હનુમંતસિંહ જાડેજાએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કયું હતું. તેમની સાથે પશ્વિમ કચ્છ નાયબ પોલિસ અધિક્ષક જે.એન.પંચાલ જોડાયા હતા. જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢક , કાર્યપાલક ઇજનેરશ્રી વી.એન.વાઘેલા, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રિહર્સલ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતાં.

(9:41 am IST)