Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઉનાઃ ફાર્મ હાઉસમાં બતકનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્યજનોને રાહત

(નીરવ ગઢિયા દ્વારા) ઉના તા. રપઃ નાળીયા માંડવીના઼ ફાર્મહ ાઉસમાં બતકનો શિકાર કરનાર દીપડો વન વિભાગે મુકેલા પાંજરામાં પકડાઇ ગયો છે.

ઉનાના નાળીયા માંડવી ગામે થોડા દિવસ પહેલાં ફાર્મ હાઉસમાં દીપડાએ બતકનો શિકાર કરી મિજબાની માણી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી દરિયા કાંઠાના ગામમાં ખુંખાર દીપડાની દહેશતથી ગામ લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો ત્યારે વન વિભાગે દીપડાને પકડવા પાંજરૃં મુકેલ હતું તેમાં આજે વહેલી સવારે ખુંખાર દીપડો પાંજરે પુરાયો હતો દિપડો પાંજરે પુરાતા ગામ લોકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

(12:14 pm IST)