Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અબકી બાર ગઇ ભાજપા સરકાર હળવદમા કોંગ્રેસની કારોબારીમા હુંકાર

(દિપક જાની દ્વારા) હળવદ તા.૨૪ : શહેરમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખની હાજરીમાં કારોબારી બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં કોંગ્રેસ સદસ્ય અભિયાન,જન જાગૃતિ રેલી તેમ જ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પરત ખેચાયેલ ત્રણેય કૃષિ કાયદા ને ખેડૂતો ની દ્યણી ફટાકડા ફોડી ઉજવણીની સાથે સાથે આ ખેડૂત આંદોલન માં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી.

સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી કરણદેવ સિંહ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હળવદની બ્રાહ્મણની ભોજન શાળા ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠકની સાથે સાથે વિવિધ છ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા જેવા કે ખેડૂતોને કમોસમી વરસાદના લીધે થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે , કોરોના કાળમાં માં મૃત્યુ પામેલ વ્યકિતના કુટુંબીજનોને ચાર લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવે , હળવદ તાલુકાના ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે,ગત ઉનાળામાં થયેલા કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરિયાઓને સહાય ચુકવવાની જાહેરાત કરી હોવા છતાં હજુ ચુકવાઈ નથી જેથી તે સહાય વહેલી તકે ચુકવવામાં આવે,તાલુકામાં આરોગ્ય સુવિધાઓ સુધારા પર ભાર મૂકવા ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેમજ શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે તેના પર અંકુશ લગાવવામાં આવે તેમજ આવતા દિવસોમાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરી જનજાગૃતિ અભિયાન ચલાવશે તેમ પણ જણાવ્યું હતું. બેઠકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોકટર કે.એમ રાણા,શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે,હેમાંગભાઈ રાવલ,મનસુખભાઈ સરાવાડિયા, મેહુલભાઈ પટેલ,મિલનભાઈ કાવર,ગોપાલભાઈ દોરાલા, મેહુલભાઈ મજેઠીયા,જટુભા ઝાલા, સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(1:07 pm IST)