Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વેરાવળમાં ભાજપ શાસિત પાલિકાએ મોદીની નગર નંદનવન યોજના તળે વાવેલા વૃક્ષોની હત્યા સામે કોર્ટએ આપેલ સ્ટે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ શહેરમાં ભાજપ નગરપાલિકામાં રપ વર્ષથી રાજ કરે છે. તાજેતરમાં રાક્ષશો જંગલમાં ત્રાટકેલ હોય તે રીતે જે.સી.બી.થી ૧૩ વર્ષના જુના અનેક વૃક્ષો ઉખેડી નાખેલ હતા જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રીએ રૂકજાવના આદેશ આપેલ હતા પણ નવા  મુખ્યમંત્રી આવતા ભાજપના પદાધિકારીઓ, આગેવાનોએ આખું જંગલ ખેદાન મેદાન કરી નાખેલ હતું તેની સામે હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી તમામ કાર્યવાહી સામે સ્ટે આપેલ છે. ભવીષ્યમાં આકરી કાર્યવાહી થાશે તેમ અરજદારે જણાવેલ હતું.

વેરાવળ શ્રીપાલનગર પાસે ૧૩ વર્ષ પહેલા વૃક્ષો વાવવા માટે જગ્યા આપેલ હતી. ૧૩ વર્ષના ૧ર૦૦થી વધારે વૃક્ષો તેમજ અનેક નાના વૃક્ષોને શહેરીજનોએ ઉછેરીને મોટા કરેલ હતા.

નગરપાલિકા દ્વારા આ જગ્યામાં કરોડોના ખર્ચે ઓડીટોરીયમ, શોપીંગ સેન્ટર બાંધવા માટે પવિત્ર તહેવારોમાં વૃક્ષો કાપવા માટે રાક્ષશી જે.સી.બી. લઈને પહોંચી ગયેલ હતા જેથી મોટી સંખ્યામાં મહીલાઓ રો કકડ કરતી હતી. વૃક્ષોને ચોટી ગયેલ તેમ છતાં સતામાં મધ ભાજપને તેમાં વિકાસ કરીને કરોડો રૂપીયા કમાવવાની ઉતાવળ હોય તેથી હજારો પક્ષીઓના માળાઓ સહીતના વૃક્ષોને જમીનદોષ કરી નાખેલ હતા અને પક્ષીઓના ઇંડાઓ ફુટી ગયેલ હતા તેમ અરજદાર વિજયભાઈ સાગરે જણાવેલ હતું. ૪પ૦થી વધારે લેખીત રજુઆતો કરેલ હોય તત્કાલીક મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વૃક્ષો કાપવાની ના પાડેલ હોય પણ  સરકાર બદલાતા ખેદાન મેદાન કરી દીધેલ જેથી અરજદારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસે ઝાટકણી કાઢેલ કે મોદી સરકારની નગર નદનંવન યોજના હેઠળ વાવેલા વૃક્ષોની હત્યા કરી નાખેલ છે આટલા મોટા પ્રમાણમાં ઉતાવળથી મંજુરી વગર વૃક્ષો કાપવામાં આવેલ છે.

કોરોના મહામારીમાં ઓકસીજન માટે લોકો તડપતા હોય છે ત્યારે આટલા વૃક્ષો દુર કરવાનું કૃત્ય કેટલું યોગ્ય કહેવાય? શહેરના નાગરીકો કરગળે અને રડે તેમ છતાં વૃક્ષો કાપવામાં આવે. વૃક્ષોથી હરીયાળું વન ઉભું કરી ત્યારે બાદ કોર્ટ પાસે આવો જયાં સુધી આ કોર્ટ દ્વારા કોઈપણ જાત નો એકસપ્રેસ ઓર્ડર ન આપવામાં આવે ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને બાંધકામ કરવા ઉપર સ્ટે ઓર્ડર આપેલ છે.

(1:06 pm IST)