Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જેતલસર પાસે કારે બાઇકને ઉલાળતા જુનાગઢના વિનુભાઇ ખુમાણનું મોતઃ એકને ઇજા

નિવૃત્ત રેલ્વે કર્મચારી ચારણ સમઢીયાળા ગામે લગ્નમાં જતા'તાને કાળ ભેટી ગયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૪: જેતલસર નજીક હાઇવે પર કાર ચાલકે હડફેટે લેતા લગ્ન પ્રસંગે જતા વૃધ્ધનું મોત નીપજેલ જયારે અન્ય એકને પગમાં ઇજા થઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જુનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતા રેલ્વેના નિવૃત કર્મચારી વિનુભાઇ રામજીભાઇ ખુમાણ (ઉ.વ.૬૦) તાલુકાના ચારણ સમઢીયાળા ગામે લગ્ન પ્રસંગે પોતાનું બાઇક હોન્ડા નં. જીજે-૧૧-કયુકયુ-૮૮૪૯ વાળુ બન્ને જતા હતા ત્યારે જેતલસર નજીક સોરઠ હોટલ પાસે પહોંચતા પાછળથી પુર સ્પીડે આવતી વર્ના કાર નં. જીજે.-૦પ-સીઆર-૭૧૭ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા વિનુભાઇને હડફેટે લેતા તેઓ ફંગોળાઇ નીચે પટકાતા ગંભીર ઇજાઓ થયેલ તેમજ ઘેટા બકરા ચરાવતા રામાભાઇ ભીખાભાઇ વરૂ (રે. જેતલસર) ને પગમાં ઇજા થયેલ આ અંગેની જાણ ૧૦૮ ને કરતા વિનુભાઇને સારવાર માટે લઇ જવા આવેલ પરંતુ તેમનું મોત નીપજેલ જેથી તેમના દિકરા બકુલભાઇની ફરીયાદ પરથી તાલુકા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

૧૦૮ના કર્મચારીની માનવતા

આ અકસ્માતમાં મૃત્યુ પામેલ વિનુભાઇએ ચાર સોનાની વીંટી પહેરેલ હોય તેમજ તેના પાકીટમાં રૂ. ર૭,૦૦૦ રોકડા હોય ૧૦૮ના ઇએમટી ઉવર્સીબેન તેમજ પાઇલોટ જીતેન્દ્રભાઇ જોષી એ તમામ વસ્તુ પોતાની પાસે સાચવી રાખી તેના વારસદારને પરત સોંપી માનવતાનું ઉદાહરણ પુરૃં પાડેલ.

(1:08 pm IST)