Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જામનગરમાં ટ્રેન હડફેટે આવી જતા ક્ષત્રિય વૃધ્ધનું મોત

જામનગર,તા.૨૪ : અહીં કે.પી.શાહની વાડી, બ્લોક નં.ર૭૧/૧, જામનગરમાં રહેતા ભરતસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા, ઉ.વ.૩૭ એ સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૧૧–ર૧ના બાવરીવાસ ખુલ્લા ફાટકથી બંધ ફાટક વચ્ચે આ કામે મરણજનાર ઘનશ્યામસિંહ નટુભા વાઘેલા ઉ.વ.૬૧, રે. કે.પી.શાહની વાડી, બ્લોક નં.ર૭૧/૧, રામેશ્વર, જામનગરવાળા રેલ્વે કિ.મી.નં.૮૩૦/૦૧ પાસે ટ્રેન અકસ્માતમાં આવી જતા શરીરે ઈજાઓ થતા મૃત્યુ પામેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા : સાત ફરાર

  અહીં સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેષભાઈ જગદીશભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, નવી નિશાળ પાછળ, હાજી અબ્બાસભાઈ ખફી ના ઘર ની બાજુમાં, હાજી અબ્બાસ ખફી, કૌશીક પ્રવિણભાઈ ધંધુકીયા, અસલ્મભાઈ સતારભાઈ ઓડીયા, અલ્તાફ મામદભાઈ બકાલી, મોહીનુદીન હબીબભાઈ સચડા, જુગાર રમતા  રૂ.૬૭,૩૦૦/– તથા મોબાઈલ ફોન નં.–૬, કિંમત રૂ.૩ર,પ૦૦/–મળી કુલ રૂ.૯૯,૮૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમભાઈ ખફી, લાખા દલુ ધારાણી, સબીર ઉર્ફે સબલો અબ્બાસભઈ ખફી, અશોક ઉર્ફે મીચી ખટાઉમલ મંગે, બસીર ઉર્ફે બસલોબાડો અબ્બાસ સુમરા, મુન્નો ઉર્ફે મુનો માટલી  ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આર્મી એરીયાની શેકસન ઓફીસમાં હાથફેરો

અહીં સીટી 'એ' પોલીસ સ્ટેશનમાં જયંત રૂહીશા વિશ્વાસ, ઉ.વ.૩૯, રે. સોલેરીયમ રોડ, એ.આર.ઓ. ની બાજુમાં, બ્લોક નં. પી–૦ર/૧ જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જયંત આર્મી એરીયામાં એકાઉન્ટ શેકશન ઓફીસ માંથી  કોઈ ચોર ઈસમ એકાઉન્ટ ઓફીસનો મુખ્ય દરવાજો તોડી ઓફીસમાં પ્રવેશ કરી એક ડેલ કંપનીનું કોમ્પ્યુટર તથા એક વિપ્રો કંપનીનું ડેસ્કટોપ મળી કુલ રૂ.પપ,૭૩પ/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

એસ.ટી. ડેપો માં મુસાફરના પર્સ માંથી રોકડની ચોરી

 અહીં સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિવ્યાબેન નીતેષભાઈ કરથીયા, ઉ.વ.ર૭, રે. ભાણવડ સગર સમાજની પાછળ, બ્લોક નં.૪, રણજીતપરા તા.ભાણવડ વાળા ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૧૧–ર૧ના એસ.ટી.ડેપો, જામનગર ખાતે ફરીયાદી દિવ્યાબેનના પર્સ માંથી રોકડા રૂપિયા ર૧૦૦/– તથા એક સોનાનો ચેઈન પેન્ડલ જેની કિંમત રૂ.પ૦,૦૦૦/– મળી કુલ રૂ.પર,૧૦૦/– ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મહિલાની છેડતી કર્યાની રાવ

  અહીંસીટી'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોગ્ય કેન્દ્ર મેઘજી પેથરાજ ૪પ દિગ્વિજય પ્લોટ, ઓશવાળ સ્કુલની સામે, જામનગરમાં મહિલા ફરીયાદીને આરોપી મેહુલ અશોકભાઈ રાઠોડ, રે. જામનગરવાળો નોકરીના સ્થળે જઈ હાથ પકડી બળવાપરી અને હાથને સ્પર્શ કરી છેડત કરી, પોતાની તાબે થવાની માંગણી કરી અને પોતાના ફોનમાં રહેલ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી ગુનો કરેલ છે.

કોર્ટમાં કેસ કર્યા બાબતનો ખાર રાખી 

  લાલપુર પોલીસ સ્ટેશનમાં માઈકલ વેનીશ રાજન વીનસ્ટન આરસીનાડાર, ઉ.વ.૩૦, રે. જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુરમાં આરોપીઓ નારણભાઈ તથા નાથાભાઈ વિરૂઘ્ધ ફરીયાદી માઈકલ ની કંપનીના કર્મચારીએ અગાવ લાલપુર પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં.૬૩૭/ર૦ર૧ આઈ.પી.સી.કલમ ૩ર૩ વિગેરે મુજબનો ગુનો દાખલ કરાવેલ હોય જે ગુનામાં ફરીયાદી સાહેદ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદીને કેસ પાછો ખેંચી લેવા બાબતે અવાર નવાર અનેક સ્થળે ફરીયાદી માઈકલને આરોપીઓ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપતા ફરીયાદીએ  ફો.કે.નં.૧૩૭૩/ર૦ર૧ કેસ નંબરની જુબાની આપવા જતા નામદાર કોર્ટમંા રજુઆત કરતા નામદાર કોર્ટ એ ફરીયાદી માઈકલની ફરીયાદ લેવા અંગે આજરોજ તા.ર૩–૧૧–ર૦ર૧ ના ફો.કે.નં.૧૩૭૩/ર૦ર૧  નંબરથી લેખીત હુકમ કરતા આરોપીઓએ ફરીયાદી ને અવાર નવાર ભાંગી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:36 pm IST)