Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જામકલ્યાણપુરના લાંબા ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરીંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના લાંબા ગામે લગ્ન પ્રસંગમાં ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે.

લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરાયુ હતું. હવામાં ફાયરીંગ કર્યાનો વિડિઓ વાયરલ થયો છે. લગ્ન પ્રસંગ ગત ૨૦ તારીખે હતા અને રાત્રીના સમયે હવામાં ફાયરિંગની ઘટના બની હતી. ગામડાઓમાં હજુ પણ લગ્ન પ્રસંગે મોભો પાડવા માટે હવામાં ફાયરિંગની ઘટનાઓ બનતી જ રહે છે.

(12:36 pm IST)