Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

માળીયાના મોટા દહિસરા પાસે મોરબી એલસીબીનો દરોડો : દારૂ-બીયરનો જથ્થો કબ્જે

અજયસિંહ, જલ્પેશ અને જયદીપની શોધખોળ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૪ : મોરબી એલસીબી ટીમે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓના નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધીર છે

 મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એલસીબી પી એસ આઈ એન બી ડાભી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના શકિતસિંહ ઝાલા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજા અનેજલ્પેશ ઉર્ફે જપો વિનુભાઈ કંસારા મૂળ રહે મોટા દહીસરા એ ભેગા મળી મોટા દહીસરા ગામે જાગનાથ મંદિર પાસે આવેલ જલ્પેશ ઉર્ફે જપો જયદીપ ઉર્ફે દીપક કરશનભાઈ કોઠીવારના વાડાના મકાનમાં બુલેટ પર વિદેશી તથા દેશી દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ.૧૮૭૨૦, બીયર ટીન નંગ ૧૬૬ કીમત રૂ.૧૬૬૦૦, દેશી દારૂ લી.૪૫ કીમત રૂ.૯૦૦, બુલેટ જીજે ૩૬ કયું ૦૦૪૯ કીમત રૂ.૭૫૦૦૦ અને મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૫૦૦૦ અમે કુલ મુદામાલ કીમત રૂ.૧,૧૬,૨૨૦ કબજે કરી આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા, જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઈ કંસારા અને જયદીપ ઉર્ફે દીપક કરશનભાઈ કોઠીવાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 મોરબી એલસીબી ટીમની  કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા,નીરવભાઈ મકવાણા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂંગસીયા અને સતીષભાઈ કાંજીયા દ્વારા કરવામાં આવી હતી.

(12:34 pm IST)