Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

પોરબંદરના કાંઠા વિસ્તારમાં નાર્કોટીકસ અંગે સ્નીફર ડોગથી એસઓજી દ્વારા તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪: કાંઠા વિસ્તારમાં નાર્કોટીકસ અને એકસપ્લોઝીવ અંગે એસઓજી દ્વારા સ્નીફર ડોગથી તપાસ કરવામાં આવી હતી.

 હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ દરીયાઇ માર્ગેથી થતા ગુન્હા અટકાવવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નીરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવી મોહન સૈનીએ સુચના દ્વારા એસઓજી પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પો.સ.ઇ. એચ.સી.ગોહીલ નાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે નાર્કોટીકસ અને એકસપ્લોઝીવની તપાસ હાથ ધરી શકાય તે માટે ર (બે) સ્નીફર ડોગ પોરબંદર ખાતે મંગાવી પોરબંદર બંદર વિસ્તાર જેટી અસ્માવતી ઘાટ તથા સામા કાંઠા વિસ્તારમાં ફીશીંગ કરીને આવેલ બોટો તથા પીલાણાની સઘન રીતે સ્નીફર ડોગ દ્વારા નાર્કોટીકસ લગત તથા એકસપ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. મચ્છીના દંગાઓ, લેન્ડીંગ પોઇન્ટો, વાઇટલ ઇન્સ્ટોલેશન પોઇન્ટ તથા ડ્રગ્સ પેડલરના રહેણાંક મકાને સ્નીફર ડોગનો ઉપયોગ કરી ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં ડોગ હેન્ડલર આર્મ્ડ હેડ. કોન્સ. ઇન્દ્રીશભાઇ વી.ચોટીયારા તથા દાઉદભાઇ ભવાર રોકાયેલ હતા. તપાસ દરમિયાન કશું વાંધાજનક મળ્યુ નહોતું.

(12:34 pm IST)