Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબીના નવધણ અજાણાની હત્યામાં પકડાયેલ મોહસીનના રીમાન્ડ મંગાશે

તસ્વીરમાં પકડાયેલ આરોપી સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે (તસ્વીરઃ પ્રવિણ વ્યાસઃ મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબીની પંચાસર ચોકડીએ સોમવારે મોડી રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારના દ્યા ઝીંકી યુવાનની હત્યા કરનાર રીઢા ગુન્હેગારને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

મોરબીમાં મોટરસાયકલ અથડાવવા જેવી બાબતે એક ઇસમેં યુવાનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા નવદ્યણભાઈ અજાણા નામના યુવાનને તીક્ષ્ણ હથિયારના દ્યા ઝીંકી દેવાતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે વાવડી રોડ ભગવતીપરા વિસ્તારના રહેવાસી મનુભાઈ પાચાભાઇ અજાણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા નવદ્યણ હરેશભાઈ અજાણાને પંચાસર રોડ પર મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા રહે પંચાસર રોડ દ્યાંચી શેરી વાળાએ તીક્ષ્ણ હથિયારના દ્યા ઝીકી દેતા યુવાનનું મોત થયું હતું આરોપી ગાળો આપતો હોય જે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા નામના ઇસમેં યુવાનને તીક્ષ્ણ હથિયારના દ્યા ઝીકી દેતા ગંભીર ઈજાને પગલે યુવાનનું મોત થયું હતું જે હત્યા કરી આરોપી ફરાર થયો હતો તો પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે.

હત્યાના ગુન્હામાં પોલીસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમ પિંજારા નામના ઈસમને ઝડપી લીધો છે જે આરોપી રીઢો ગુનેગાર હોવાનું ડીવાયએસપી રાધિકા ભારાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું જે આરોપી વિરુદ્ઘ શરીર સંબંધી તેમજ પ્રોહીબીશનના આઠ ગુન્હામાં સંડોવાયેલ હોવાની માહિતી પોલીસે આપી હતી. પકડાયેલ મોહસીનને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરનારા છે.

(12:33 pm IST)