Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જૂનાગઢ બહાઉંદ્દીન કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત ચેક અપાયા

જૂનાગઢ : બહાઉંદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત ચેક ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામનું અદ્દભુત આયોજન તા.૨૩/૧૧/૨૦૨૧ના રોજ ડો.પી.વી.બારસિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ચેતન ત્રિવેદીના હસ્તે બહાઉંદ્દીન કોલેજના વિદ્યાર્થી તૃિ કોરાટને કેસુડો હર્બલ શોપ પ્રોજેક્ટ માટે રૂા.૩૫,૦૦૦નો ચેક તથા અત્રિ જોષી અને ઙ્ગષભ રાવલને આપુ ફોરેસ્ટ એપ પ્રોજેક્ટ માટે રૂા.૩૦,૦૦૦ નો ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એસએસઆઇપી ટીમ તથા  બહાઉંદ્દીન કોલેજ પરિવાર દ્વારા જહેમત ઉંઠાવી હતી.                  


 

(11:26 am IST)