Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ફકત કચ્છમાં ઠંડી વધીઃ નલીયા ૧૦.૬ ડિગ્રીઃ સૌરાષ્ટ્રમાં નજીવી ઠંડક

 

ગોîડલમાં ધુમ્મસઃ ગોîડલઃ ગોîડલમાં આજે સવારથી ધુમ્મસ છવાયું હતું જે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોîડલ)

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે આવા હવામાન વચ્ચે આજે ફકત કચ્છમાં ઠંડીમાં વધારાનો અનુભવ થયો છે. કચ્છના નલીયામાં ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે જયારે સૌરાષ્ટ્રમાં નજીવી ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો સામાન્ય અનુભવ થયા બાદ આખો દિવસ ગરમી સાથે બફારાનો અહેસાસ થાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૪ મહત્તમ, ર૦ લઘુતમ, ૭પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ઠંડી
શહેર     લઘુતમ તાપમાન
અમદાવાદ    ૧૬.૧ ડિગ્રી
અમરેલી     ૧૮.ર ડિગ્રી
વડોદરા     ર૦.ર ડિગ્રી
ભાવનગર     ર૦.૬ ડિગ્રી
ભૂજ    ૧૭.૬ ડિગ્રી
દમણ    રપ.૦ ડિગ્રી
ડીસા     ૧પ.૮ ડિગ્રી
દીવ     ર૦.પ ડિગ્રી
કંડલા     ૧પ.પ ડિગ્રી
નલીયા     ૧૦.૬ ડિગ્રી
ઓખા     ર૧.૩ ડિગ્રી
પોરબંદર    ૧૭.૯ ડિગ્રી
રાજકોટ     ૧૮.૭ ડિગ્રી
સુરત     ર૩.૬ ડિગ્રી
જામનગર     ર૦.૦ ડિગ્રી
વેરાવળ     રર.૬  ડિગ્રી



 

(11:35 am IST)