Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

માળિયામિંયાણા પાસે ડોલર અડધા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકી પકડાઇ

સોનાના બિસ્કીટ - ડોલર અડધા ભાવે આપવાની લાલચ આપી નકલી પોલીસની રેઇડ કરી રોકડ રકમ લઇ છૂ થઇ જતા : ઠગ ત્રિપુટીને મોરબી એલસીબીએ ઝડપી લીધી

તસ્વીરમાં પકડાયેલ ઠગ ત્રિપુટી નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : ભેજાબાજો લોકોને છેતરવા માટે અનેક અવનવા પ્રયાસો કરી લોભ લાલચ આપી છેતરપીંડી કરતા કરી માણસોના ખીસ્સા ખાલી કરતા હોય છે ત્યારે અમેરિકન ડોલર તથા સોનના બિસ્કીટ બતાવી લોકો સાથે વિશ્વાસધાત કરનાર ગેંગના ત્રણ શખ્સોને મોરબી એલસીબી અને એસઓજી ટીમે ઝડપી લીધી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પી એસ આઈ એન બી ડાભી, પી એસ આઈ પી જી પનારા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પી એસ આઈ એન બી ડાભી તથા પી એસ આઈ પી જી પનારાને બાતમી મળી હતી કે મોરબીના વિસીપરાનો રહેવાસી હાસમભાઈ કરીમભાઈ મોવર તેના સાગરીતો સાથે રાખી લાલ કલરની કિયા કર લઇ માળિયા તરફ જનાર છે જેને આગાઉં અનેક વખત અમેરિકન ડોલર તથા સોનના બિસ્કીટ બતાવી લોકો સાથે ચીટીંગ કરેલ હોય જે બાતમીના આધારે આરોપી હાસમભાઈ કરીમભાઈ મોવર, મુકેશભાઈ ઉંર્ફે લાલો ખેંગારભાઈ રાણવા રહે-ઇન્દીરાનગર વિપુલનગર અને ઈમ્તિયાઝ યુનુસભાઈ અજમેરી રહે-કાંતિનગર ને એલસીબી ટીમે રોકડ રકમ, મોબાઈલ ફોન, અમેરિકન ડોલર અને પીળી ધાતુના બિસ્કીટ સાથે ઝડપી પાડી તેની પુછપરછ કરત ત્રણેય ઇસમો પોતાના અન્ય સાગરીતો સાથે મળી ગત તા.૧૭-૧૧-૨૦૨૧ ના રોજ માળિયા તાલુકાના હરીપર ગોલાઈ પાસે બીપીનભાઈ અરજણભાઈ પરમાર ને અમેરિકન ડોલર અડધી કીમતમાં આપવાના બહાને બોલાવી તેઓને અમેરિકન ડોલરનું બંડલ બતાવી તેઓ બંડલ ગણતા હતા ત્યારે પોતાના અન્ય સાગરીતો પોલીસ બની આવી રેઇડ કરી બીપીનભાઈ પરમાર પાસેથી રોકડ રકમ રૂ.૪,૫૦,૦૦૦ ની રકમ વિશ્વાસઘાત કરી લઇ ગયા હોય અને અમેરિકન ડોલરની નોટોનું બંડલ બીપીનભાઈને છેતરપીંડી કરવ બતાવેલ હોય અને લાલ કલરની કિયા કાર પણ ગુનામાં ઉંપયોગમાં લીધેલ હોવાની ત્રણેય આરોપીઓએ કબુલાત આપી હતીં તો પીળી ધાતુના બિસ્કીટ બાબતે સંતોષકારક જવાબ ન જણાતા માળિયા પોલીસની ટીમે મુકેશભાઈ ઉંર્ફે લાલો, હાસમભાઈ મોવર તથા અજાણ્યા પાંચ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં અવી હતી.
જે વધુ તપાસમાં આરોપી ઇન્તીયાઝ યુનુસભાઈ અજમેરી રહે કાંતિનગર વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો તો અનવરભાઈ બચુભાઈ જામ રહે-વિસીપરા મદીના સોસાયટી બાજુમાં, સાજીદ મોવર, રહે-સુરેન્દ્રનગર, સલીમભાઈ રહે-વઢવાણ, શબ્બીર જામનમામદ રહે-વિસીપરા મદીના સોસાયટી અને મહેબુબભાઈ રહે-અંજારના નામ ખુલતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.


 

(11:23 am IST)