Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જામનગરના મેફ્રેડ્રોન પાવડરના પ્રકરણમાં આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે

જામનગર તા. ર૪ :.. જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચનાથી એનડીપીએસ એકટના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ. ઓ. જી. ના પોલીસ ઇન્સ. એસ. એસ. નિનામા તથા પોલીસ સબ ઇન્સ. આર. વી. વીંછીના માર્ગદર્શન મુજબ એસ. ઓ. જી.ના સ્ટાફના માણસો મુંબઇ મહારાષ્ટ્ર ખાતે મોકલેલ હતાં.
ગઇ તા. ૧ર-૧૧-ર૦ર૧ ના રોજ એસ. ઓ. જી. જામનગરએ ગે. કા. માદક પદાર્થ મેફ્રેડ્રોન પાવડર ૩૪ ગ્રામ કિ. રૂા. ૩,૪૦,૦૦૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂા. ૩,પ૦,ર૦૦ ના સાથે પકડી કુલ-ર આરોપીઓ વિરૂધ્ધમાં પંચ-બી પો. સ્ટે.ના બી-પાર્ટ ગુ. ર. નં. ૧૧ર૦ર૦૪૬ર૧૧૦૩પ-ર૦ર૧ એનડીપીએસ એકટ કલમ ૮(સી), રર(બી), ર૯ મુજબનો દાખલ કરાવેલ જેમાં ફરારી આરોપી આસીફ ઉંર્ફે આસીફ લાલા પીરાણી રહે. પનવેલ મહારાષ્ટ્ર વાળો ફરાર હોય અને આરોપીને શોધી કાઢવા માટે એસ. ઓ. જી. ટીમના એએસઆઇ હિતેશભાઇ ચાવડા તથા એચસી હર્ષદભાઇ ડોરીયા તથા દિનેશભાઇ સાગઠીયાને પનવેલ મહારાષ્ટ્ર ખાતે મોકલેલ અને ત્યાં જઇ આરોપી બાબતે તપાસ કરતા આ ગુન્હાનો ફરાર આરોપી આસીફ ઉંર્ફે આસીફ લાલા પીરાણી વહાલગાંવ ઉંલવા બસ સ્ટેન્ડ પાસે  હોવાની માહીતી મળતા જે આધારે સદર જગ્યાએ જતા મળી આવેલ જેથી મજકુરને હસ્તગત કરી જામનગર લાવી આગળની કાર્યવાહી થવા માટે પંચકોષી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

 

(11:22 am IST)