Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

દસાડા કોગ્રેસનુ સ્નેહમિલન લખતરના છારદ ખાતે યોજાયુ

ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા રદ કરતા ધારાસભ્ય નૌશાદ સોલંકીઍ અહંકારની હાર અને ખેડૂતોની જીત ગણાવી

વઢવાણ તા.૨૪ : ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા રદ કરતા વિશાળ સ્નેહ મિલનમાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અહંકારની હાર અને ખેડૂતોની જીત ગણાવી.

દસાડા વિધાનસભા મતવિસ્તારનું કોંગ્રેસનું વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ લખતરના છારદ ખાતે નાગદેવજી બાપના મંદિરના પટ્ટરાંગણમાં યોજાયું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં લખતર તાલુકા તથા લીંબડીના નળકાંઠા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સહીત વિશાલ મોટી સંખ્યામાં જીલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય શકતીશિહ ગોહિલને દિલ્હી ખાતે અગત્યની બેઠક આવી પડતા તેમના પ્રતિનિધિ તરીકે પ્રદેશના તેજાબી પ્રવકતા જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચોટીલાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ ઋત્વીકભાઈ મકવાણા તથા વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને જીલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની પ્રસિદ્ઘ લોક ગાયિકા ફરીદા મીર અને સાહિત્યકાર વાદ્યજી રબારી દ્વારા રમજટ બોલાવી વિશાળ મેદનીને મંત્રમુગ્ધ કાર્ય હતા. ફરીદા મીરે તેમની આગવી છટામાં જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો સગી બહેનને ભૂલી જતા હોય છે ત્યારે નૌશાદભાઈએ મતવિસ્તારની ૧૫૦૦૦ ગંગાસ્વરૂપ બહેનોને પોતાની બહેન માની રક્ષાબંધનના દિવસે સાદી ભેટ આપી.

જયરાજસિંહ પરમારે પણ ભાજપ સરકરની આકરી ઝટકણી કાઢી આડે હાથ લીધા હતા. લાખાભાઈ ભરવાડે જણાવ્યું કે ભાજપ સરકારે હંમેશથી માલધારી સમાજને દ્યોર અન્યાય કર્યો છે. કોંગ્રેસ સરકારમાં બનેલ ગોપાલક બોર્ડની આજે હાલત શું છે? આ ઉપરાંત કોંગ્રેસ સરકારમાં જે વાડાઓનો અધિકાર આપ્યો હતો જે અત્યારે છીનવાય ગયો છે. ગુજરાતમાં ભાજપ સરકાર આખાને આખા ગૌચર ઉદ્યોગપતિઓને આપી માલધારીઓને રજળતા કરી દીધા છે અને આથી માલધારી સમાજે હવે ભાજપને છોડી કોંગ્રેસને સહકાર આપવા અપીલ કરી. જયારે ઋત્વીકભાઈ મકવાણાએ જણાવ્યું કે ભાજપ સરકારમાં કોળી સમાજ સહીત ઓબીસી સમાજને અવગણી ફેંકી દીધી છે. તથા સરકારમાં કયારેય કોઈ મહત્વના ખાતાઓ પણ આપવામાં આવ્યા નથી. ઉદ્યોગપતિઓની ભજપ સરકારમાં ઓબીસી, બક્ષી સમાજને કાયમથી અન્યાય જ કરવામાં આવે છે.

નૌશાદભાઈ સોલંકી જણાવ્યું કે ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને અત્યાર સુધી આ વિસ્તારમાંથી મંત્રીઓ અને સંસદીય સચિવ સુધીના પદ ભોગવ્યા છે પણ લખતર હોય કે નળકાંઠો એમને કયારેય યાદ આવ્યો નથી અને વિકાસનો પડછાયો પણ પાડવા દીધો નથી. આ ઉપરાંત નૌશાદ સોલંકીએ વ્યંગ કરતા કહ્યું કે મોદી સાહેબની દાઢી અને મોંદ્યવારીની હરીફાઈ ચાલે કે કોણ ઝડપથી વધે.

દસાડા વિધાનસભામાં થોડા સમય પેહલા જ પાટડી ખાતે કોંગ્રેસ વિશાળ સ્નેહ મિલન આયોજિત કર્યું હતું અને આ બીજું વિશાળ સ્નેહ મિલન યોજાતા રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

(11:10 am IST)