Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

લીંબડી - રાણપુર હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ના મોત

૬ લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : ચુડા તાલુકાના કારોલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ૩ વ્યકિતનાં મોત નીપજયાં હતા અને ૬ વ્યકિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે કરમડથી પ્રસંગ પતાવીને ચોટીલા પરત ફરી રહ્યાં હતાં ત્યારે લીંબડીથી બોટાદ તરફ જઈ રહ્યાં હતાં તે સમયે કારોલ નજીક પુર પાટ ભગુપુર તરફથી આવતી કાર સાથે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિલેશભાઇ જોગરાણા તથા એક મહિલા સહિત ૩ના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે ૩ લોકોના મોત નિપજયા હતા અન્ય છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી કે આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

બાઈક પર સવાર ૩ વ્યકિતઓમાંથી બાઈક ચાલક નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા (ઉ. વર્ષ ૨૦, રહે. બોટાદ)નું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે મહિલા સહિત અન્ય બે ના સારવારમાં મોત થયા હતા. ૨ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. ત્યારે કારમાં બેઠેલા ૬ વ્યકિતઓમાંથી ૧ વ્યકિતનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. (મૃતક) ગોપાલભાઈ રતુભાઈ બાવળીયા (ઉ. વર્ષ ૨૧, રહે. કરમડ) અને અન્ય ૫ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ના પાઈલોટ અગરસંગભાઈ પરમાર અને ઈએમટી પ્રતીક રામી દ્વારા તાત્કાલિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.

ઈજાગ્રસ્તો નંદુબેન ડાહ્યાભાઈ (ઉ.વર્ષ ૩૦ રહે ચોટીલા), નિતાબેન માધુભાઈ (ઉ.વર્ષ ૩૦ રહે ચોટીલા), પુજાબેન ડાહ્યાભાઈ (ઉ.વર્ષ ૧૬ રહે ચોટીલા), કનુબેન માધુભાઈ (ઉ.વર્ષ ૬૦ રહે કરમડ), બિપિનભાઈ જગદીશભાઈ (ઉ.વર્ષ ૧૦ રહે કરમડ), પુજાબેન હિરાભાઈ (ઉ.વર્ષ ૩૦ રહે બોટાદ)ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(10:40 am IST)