Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

તળાજા ખાતરની દુકાન પરથી રોકડ-બે મોબાઇલની ઉઠાંતરી કરનાર ગેંગનો સભ્ય ઝબ્બે : બે ફરાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : ભાવનગર જિલ્લાના તળાજાના ગાંધીજીના બાવલા સામે આવેલ ખાતર ની દુકાનમાં બેસેલ બે વ્યકિતના મોબાઈલ અને એક વ્યકિતની રોકડ રકમ નઝર ચૂકવી સેરવી ને ઉઠાવગીર ટોળકી ફરાર થઇ ગઇ હતી. બંને વ્યકિતને મોબાઈલ અને રોકડ રકમ ગુમ થયાની જાણ થોડીજ પળોમાં થતા દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરી ભાગી જનાર ઈસમોની ઓળખ કરી તેઓને ઝબ્બે કરવા ત્વરિત વાહનો દોડાવતા ચોકડી પરની હોટલ પર જમવા બેસેલ હોઈ પકડી પોલિસ ના હવાલે કરી દીધા હતા.

તળાજામા છાશવારે ઉઠાવગીર ટોળકી રોકડ રકમ અથવા તો કિંમતી વસ્તુની ધોળે દિવસે લોકોની નઝર ચૂકવી ચોરી કરી ગાયબ થઈ જાય છે.આજે આવાજ પ્રકારની ઘટના ભરચકક વિસ્તારમાં આવેલ ભારત એગ્રો નામની હૈદરભાઈની દુકાને બની હતી.ત્યાં નેસવડથી આવેલ ગૌતમભાઈ બારૈયા અને સાંજણાસર થી આવેલ ભગુભાઈ દોરીલા બેઠા હતા.એ સમયે ગૌતમભાઈનો એનરોઇડ મોબાઈલ તથા ભગુભાઈના છ હજાર રોકડ અને સાદો મોબાઈલ ગુમ થઈગયાનું બંનેને જાણમાં આવ્યૂ.જેને લઈ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ગઠિયાઓ જોવા મળતા ત્વરિત શોધવા માટે કાર્યવાહી વેપારી દ્વારા હાથધરી હતી.શોધખોળ દરમિયાન મહુવા ચોકડી પર આવેલ હોટલ મા જમવા બેઠા હોય જોઈ જતા પકડવા જતા એક ઈસમ પકડાઈ જવા પામેલ.

તેની પાસેથી બંને મોબાઈલ અને ૫૫૦૦/- રોકડા મળી આવેલ હતા.૫૦૦ રૂપિયા ઉઠાવગીર વાપરી ગયેલ. એનરોઇડ મોબાઈલના સિમ કાઢીને ફેંકી દીધા હતા. પકડાઈ ગયેલા એક ઈસમને તળાજા પો.સ.ઇ જે કે મૂળિયા ને જાણ કરતા પોલીસ વાન આવીને લઈ ગયેલ.

લોકોના કહેવા મુજબ ઝબ્બે થયેલ ઈસમ મૂંગો હોવાનો ડોળ કરતો હતો.તેની સાથે અન્ય બે ઈસમો હતા.જે બાઈક લઈ ફરાર થઇ ગયા હતા.

ગુનાહીત કૃત્ય ને રોકવા અને બનેલ ગુનાહીત ઘટના કઈ રીતે બની,ગુન્હેગાર કોણ તેને શોધવા માટે સીસીટીવી કેમેરા આતી આવશ્યક છે. તળાજા માં દરેક વેપારી દુકાન અને દુકાનની આસપાસ ના રોડપર ની હિલચાલ દિવસ રાત કેમેરામાં કેદ થાય તે રીતે કેમેરા ગોઠવે તે સૌકોઈ માટે સલામતી છે.

(10:39 am IST)