Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

તળાજામાં ખેડૂતોને ભોળવી રૂપિયા પડાવી રફૂચક્કર થતો શખ્સ યાર્ડના કેમેરામાં કેદ : શોધખોળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૪ : ભાવનગર જિલ્લાના તળાજા યાર્ડમાં અને બજારમાં કામકાજ અર્થે ગામડે થી આવતા ખાસ કરીને ખેડૂતોને પારખી એક આધેડ વય નો ઈસમ વાતમાં ભોળવી સગા સબધીની ઓળખાણ કાઢી હજારો રૂપિયા થોડીવાર આપો તેમ કહી છેતરપિંડી આચરવમાં આવી રહી હોવાની ઉઠેલી બૂમ બાદ ગઈકાલે યાર્ડમાં આવેલ એક વૃદ્ઘ ખેડૂત પાસેથી રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જનાર ઈસમ યાર્ડના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

ચકચાર મચાવતા બનાવ અંગે તળાજા યાર્ડના સેક્રેટરી અજિતભાઈ પરમાર એ જણાવ્યું હતુંકે ગઈકાલે યાર્ડના ભદ્રાવળ-૩ ના ખેડૂત જેઠાભાઇ રામજીભાઈ કાબા સોયાબીન વેચવા યાર્ડ ખાતે આવેલ.તે જેઠાભાઈ ને સગપણ મા તમે મારા ફુવા થાવછો. હું ભૂંભલી ગામનોછું. એ ઉપરાંત ખેડૂત ના સગા સંબધિત ના લોકોના નામો,પરિચય આપી અને તમારા દીકરા જોડે મારી દીકરી ને પરણાવીશ અમે તમારા દ્યરે આવીએ છીએ.હાલ મારે બે લાખ રૂપિયા બેંકમાંથી આવે તેમ છે.પરંતુ અત્યારે એકવીસ હજાર રૂપિયા ભરવાના છે તે આપો હું હમણાં તમોને આપું છું તેમ વાતમા ભોળવી એકવીસ હજાર રૂપિયા લઈ તમે અહીં બેસો તેમ કહી રફુચક્કર થઈ ગયો હતો. યાર્ડ સેક્રેટરી એ ઉમેર્યું હતુંકે સાખડાસર,તરસરા અને સાંગાણા ના ખેડૂતો પાસે થી આ પ્રકારે છેતરપીંડી કરી ચુકયો છે.

ભદ્રાવળ ના ખેડૂત સાથે બનેલ છેતરપીંડીની ઘટનાના પગલે યાર્ડના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા ઈસમ કેમેરામાં કેદ થયેલો જણાયો છે. ઈસમ આધેડ ઉંમરનો,માથામાં આખી ટાલ અને ચશ્મા પહેરેછે.આ પ્રકારનો ઈસમ કયાંય જોવા મળેતો યાર્ડના સેક્રેટરી, પ્રમુખ ભીમજીભાઈ પંડ્યાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

સગા સબધીઓના નામ આપી પોતે સગા હોવાની મોડ્સ ઓપરેન્ડી

ઠગ ઈસમનો મોડ્સ ઓપરેન્ડી એવીછેકે જે વ્યકિત ને છેતરવાનો હોય તે વ્યકિતનું નામ અને તેના પરિવાર જનોના નામ આપી પોતે પણ અંગત સગા હોવાની વાત કરીને વિશ્વાસમા લેછે.વિશ્વાસમા આવી ગયા બાદ થોડીવાર રૂપિયાની જરૂર હોવાનું કહી રોકડ રકમ હાથમાં આવ્યા બાદ રફુચક્કર થઈજાય છે.

(10:39 am IST)