Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ઉપલેટામાં સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર તથા નૂતન મહિલા મંદિર આયોજીત સદ્‌ગત આત્‍માઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત્‌ સપ્તાહ

ઉપલેટા, તા. ૨૪ :. ઉપલેટાએ સ્‍વામીનારાયણ ભગવાનની પ્રસાદીનું ધામ છે. અહીં ભગવાન ઘનશ્‍યામ મહારાજ સોળ સોળ વખત પધારી અનેક ભકતોને પોતાની સેવાનું સુખ આપેલ છે. વડતાલ ગાદીપીઠાથી આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય પૂ. ૧૦૦૮ શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશિર્વાદ અને ઉપલેટા સ્‍વામીનારાયણ મંદિરના કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્‍વામીની આજ્ઞાથી સદ્‌ગત થયેલ આત્‍માઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત્‌ સપ્તાહ પારાયણનું આયોજન આગામી તા. ૨૮-૧૧થી તા. ૪-૧૨ સુધી અહીંના દ્વારકાધીશ સોસાયટી સામે આવેલ શ્રી સ્‍વામીનારાયણ મંદિર ખાતે ખંભાતના પ.પૂ. શ્રી ગીતાબાના શિષ્‍ય પ.પૂ. શ્રી રાધાબેનના વ્‍યાસાસને તેમની મધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારના ૮.૩૦થી ૧૧.૩૦ અને બપોરના ૩.૩૦ થી ૬ સુધીનો રહેશે.
આ કથા દરમ્‍યાન કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના મહોત્‍સવો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. તેમજ તા. ૨૬-૧૧ના શુક્રવારે બપોરે ૩.૩૦ કલાકે સાંજી ગીત તા. ૨૮-૧૧ના રવિવારે સવારે ૮ વાગ્‍યે મુખ્‍ય મહિલા મંદિરેથી એક ભવ્‍ય પોથીયાત્રા નિકળશે. આ કથાનું રસપાન કરવા આયોજક મહિલા મંદિરના પ.પૂ. નિલમબેન ગુરૂશ્રી ગીતાબા (ખંભાત)એ બહેનોને કથાનું રસપાન કરવા નિમંત્રણ પાઠવેલ છે.
અંતમાં તેઓએ એક યાદીમાં જણાવેલ છે કે કથા શ્રવણ તથા ભોજન પ્રસાદ ફકત બહેનો માટે છે. પોથીયાત્રા તથા રૂક્ષ્મણી વિવાહમાં પુરૂષો લાભ લઈ શકશે.

 

(9:59 am IST)