Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કચ્છમાં તરછોડેલા બે નવજાત શિશુઓ મળ્યા : એકનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ :  કચ્છમાં અબડાસા અને ભુજમાં બે નવજાત માસૂમ શિશુઓ તરછોડાયેલા મળી આવતાં અરેરાટી છવાઈ છે. જોકે, આઘાતજનક હકીકત એ છે કે, આ બન્નેમાંથી એકનું મોત થયું છે, જયારે બીજા નવજાત શિશુની હાલત ગંભીર છે.

ભુજના સુરલભીટ રોડ ઉપર સરકારી ગોડાઉન પાસે તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ભુજની સંસ્થાઓ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને મનવજયોત દ્વારા હોસ્પિટલ મધ્યે પહોંચી બાળકીની સંભાળ લેવાઈ રહી છે. જોકે, બાળકીની હાલત ગંભીર છે.

બીજા બનાવમાં અબડાસાના જખૌ પાસે આવેલ કુકડાઉ ગામે ગામના તળાવમાંથી નવજાત બાળકી તરતી મળી આવી હતી. પોલીસને જાણ થતાં તરત જ આ બાળકીને નલિયા હોસ્પિટલ લઈ જવાઈ હતી. પણ, બાળકી મૃત્યુ પામી હતી. બન્ને બનાવમાં પોલીસ દ્વારા અજાણી માતાઓ વિરૂદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

(9:59 am IST)