Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાષ્ટ્રનિર્માણ અને સમાજ સેવામાં એનસીસી કેડે્ટસની ઉત્કૃષ્ટ કામગીરી : મેજર જનરલ અરવિંદ કપૂર

એનસીસીનાં એડિશનલ ડાયરેકટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપુર જામનગર NCC ગ્રુપ હેડકવાર્ટરની મુલાકતે : જામનગર એસીસી ગ્રુપ હેડકવાર્ટરમાં કેડેટસ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનરથી સલામી

જામનગર : જામનગરમાં સત્યસાંઇ સ્કૂલ ખાતે એન.સી.સી.ના કેડેટસને સંબોધન કરવા એન.સી.સી.ના એડિશનલ ડાયરેકટર જનરલ મેજર એટલે કે ગુજરાતના વડા જનરલ અરવિંદ કપુર આવી પહોંચ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૪ : એનસીસી ગુજરાતમાં વડા એડીશનલ ડાયરેકટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપુર વહીવટી નિરીક્ષણાર્થે જામનગર ગ્રુપ હેડકવાર્ટરની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેઓને કેડે્ટસ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી.

આ મુલાકાત અંતર્ગત તેમણે ૨૭ ગુજરાત બટાલિયન તથા ૮ ગુજરાત નેવલ યુનિટની કામગીરીનો પણ વિસ્તૃત અહેવાલ મેળવ્યો હતો.

શ્રી સત્યસાંઇ વિદ્યાલયમાં મેજર જનરલ અરવિંદ કપૂરે કેડેટ્સને સંબોધનમાં જણાવ્યુ હતુ કે, એનસીસી યોગદાન કાર્યક્રમ અંતર્ગતની વિવિધ પ્રવૃતિઓ કેડેટસને સમાજસેવા, સાહસ, વ્યકિતગત વિકાસ જેવા ગુણોને ખીલવવામાં મદદરૂપ બની રાષ્ટ્રનિર્માણનો પાયો મજબુત બનાવે છે.

કોરોના કાળમાં જામનગર ગ્રુપ હેડકવાર્ટસના માર્ગદર્શન હેઠળ એનસીસી કેડેટ્સ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી. 'એક મેં સો કે લિયે' કાર્યક્રમ અંતર્ગત વેટરન્સને થેકસ ગીવીંગ, વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોના ખબર-અંતર પુછવા, બ્લડ ડોનેશન ડ્રાઇવ ઉપરાંત, કારગિલ વિજય દિવસ નિમિતે કાર્ડ મેકીંગ સ્પર્ધામાં બહોળી સંખ્યાામં કાર્ડ્સ એનસીસી કેડ્ેટસ દ્વારા બનાવીને સરહદ પર જવાનોને મોકલી આભાર પાઠવવામાં આવ્યો હતોે

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ એનસીસી કામગીરીને વધુને વધુ અસરકારક બનાવવા તથા પ્રસારિત કરવા હાઇ લેવલ કમિટીનું નિર્માણ કરી સંશોધન કાર્ય કરી રહ્યા છે આવનારા સમયમાં જનરલ ઇલેકટીવ ક્રેડિટ કોર્સ તરીકે યુનિવર્સિટીઓમાં એનસીસી કોર્સ શરૂ થતા એનસીસી કેડ્ેટસ માટે કારકિર્દીની તકો વધુ ઉજ્જવળ બનશે.

આ કાર્યક્રમમાં ગ્રુપ કમાન્ડર કર્નલ કે.એસ.માથુર, એડમીશન ઓફિસર કર્નલ ડી.આર.ખંભાતા, ટ્રેઇનીંગ ઓફિસર કર્નલ એ.એસ.રાના, ૨૭ ગુજરાત એનસીસી બટાલિયનના કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી, એડમીન ઓફિસર મનીષ મલ્હોત્રા, તેમજ ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટમાં કમાંડીગ ઓફિસર લેફટનન્ટ કમાન્ડર ઇશાન ચતુર્વેદી સહિત પીઆઇ સ્ટાફ તથા શાળા કોલેજના એએનઓની વિશેષ ઉપસ્થિતી રહી હતી. શ્રી સત્ય સાંઇ વિદ્યાલયનાં મેનેજમેન્ટ સાથે વાર્તાલાપ યોજાયો હતો.

(9:58 am IST)