Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

માળીયામિંયાણાના નાની બરાર ગામે દેવાંગ ૩૦ બોટલ દારૂ સાથે પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: માળિયામિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાન સામે આવેલ વાડામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નાની બરાર ગામે દરોડો કર્યો હતો જેમાં આરોપી દેવા રાયધન કોઠીવારના મકાન સામે આવેલ વાડામાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલ કીમત રૂ ૧૧,૨૫૦ મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ કબજે લઈને આરોપી દેવાંગ રાયધન કોઠીવારને ઝડપી લીધો છે તો અન્ય આરોપી જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઈ ખાખી રહે મૂળ મોટા દહીંસરા હાલ મોરબી વાળાનું નામ ખુલતા ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(9:41 am IST)