Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ભૂજમાં બીએસએફ જવાનની રાયફલમાંથી બે રાઉન્ડ ગોળી મારી આત્મહત્યા: કારણ હજુ સુધી સ્પષ્ટ નથી

મુન્દ્રા રોડ પર આવેલા બીએસએફ કેમ્પમાં 18 બટાલિયનના 46 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અરુણ સખારામ કવાએ આત્મહત્યા કરી

ભૂજમાં એક બીએસએફ જવાનો રાયફલમાંથી બે રાઉન્ડ ગોળી મારી આત્મહત્યા કરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. જો કે જવાનની આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો હતો.

શહેરના મુન્દ્રા રોડ પર આવેલા બીએસએફ કેમ્પમાં 18 બટાલિયનના 46 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અરુણ સખારામ કવાએ આજે મંગળવારે બેઝની અંદરના કોર્ટરૂમ (શસ્ત્રરૂમ)માં અગમ્ય કારણોસર રાયફલ વડે પોતાના ગળે બે રાઉન્ડ ફાયર કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેના પગલે પોલીસે હાલમાં આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ થવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવશે. હાલમાં આ ઘટનામાં આત્મહત્યાનું પ્રાથમિક તારણ દર્શાવવામાં આવી રહ્યું છે

(12:20 am IST)