Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબી જિલ્લામાં નવી પાંચ ગ્રામપંચાયતોનો ઉમેરાઈ

મોરબીના ત્રાજપરમાંથી માળીયા વનાળિયા અને ઝીંઝુડામાંથી સોલંકીનગર અલગ ગ્રામપંચાયત : ટંકારાના આર્યનગરને પણ સ્વતંત્ર ગ્રામ પંચાયત

મોરબી :  રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ – ડાઉન શરૂ થયું છે તેવા સમયે જ મોરબી જિલ્લામાં પાંચ નવી ગ્રામ પંચાયતનો ઉદય થયો છે. જેમાં મોરબી તાલુકામાં બે , માળિયામાં બે અને ટંકારામાં એક ગ્રામ પંચાયતનો વધારો થતાં જિલ્લામાં કુલ ગ્રામ પંચાયતોની સંખ્યા વધીને ૩૫૬ થઈ છે.

મોરબી જિલ્લામાં અગાઉ ૩૫૧ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં હતી જેમાં પાંચ ગ્રામ પંચાયતોનો ઉમેરો થયો છે. સરકાર દ્વારા મોરબીના ત્રાજપરમાંથી માળીયા વનાળિયા અને ઝીંઝુડા ગામમાંથી સોલંકીનગરને નવી ગ્રામ પંચાયત આપવામાં આવી છે.
એ જ રીતે ટંકારા તાલુકાના જબલપુર ગામથી દૂર જબલપુરના સર્વે નંબરમાં આકાર પામેલ આર્યનગર વિસ્તારને પણ માંગણી મુજબ અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપી માળીયા તાલુકાના ચાચાવદરડામાંથી અલગ નિરુબેનનગર અને બોડકીમાંથી ન્યુ નવલખી નગરને અલગ ગ્રામ પંચાયત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે.

(9:41 pm IST)