Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ધોરાજીમાં ઇગ્‍લીસ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ

નંબર વગરની ઓટો રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બોટલોના પાર્સલ સાથે આરોપી ઝડપાયો

ધોરાજી:રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાના તથા જેતપુર ડીવીઝનના  એ.એસ.પી સાગર બાગમારનાઓ એ પ્રોહી જુગારની પ્રવૂતી નેસ્‍તનાબુદ કરવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે ધોરાજી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્સ.એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પો.કોન્સ સહદેવસિહ ચૌહાણ તથા પ્રદિપસિહ ચુડાસમાને બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે જમનાવડ ગામ તરફથી  એક નંબર વગરની કાળા કલરની ઓટો રીક્ષામાં શંકાસ્પદ પાર્સલો ભરીને આવે છે.

 સદરહુ ઓટોરીક્ષા  ચેક કરતા પાછળની સીટ પાસે તથા ડેકીમાં પાર્સલ પડેલ જોવામાં આવતા જે પાર્સલ ખોલી જોતા તેમા પરપ્રાતીય ભારતીય બનાવટ ની ઇગ્લીશ દારૂની બોટલો હોય જેથી તે તમામ પાર્સલ ખોલી જોતા તમામ પાર્સલોમાં ઇગ્લીશ દારૂ ની બોટલો હોય જેમાં  ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો તથા બીયર ના ટીન મળી કુલ નંગ-૫૦૮ કિંમત રૂપિયા ૬૨,૪૦૦/- તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩,૦૦૦/- તથા ઓટો રીક્ષા ની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ રૂ.૭૫,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે

 આરોપીમાં (૧) નવાજભાઇ અમીનભાઇ ડોસાણી જાતે મેમણ ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ  રહે.ધોરાજી ચિસ્તીયા કોલોની(૨) સલીમ ઉર્ફે બાબર ખુરેશી  રહે.ધોરાજી ચકલા ચોક (૩) ઇમરાન જુમા ખુરેશી રહે.ધોરાજી ચકલા ચોક ( નંબર ૨-૩ ને અટક કરવા પર બાકી )

કામગીરી કરનાર અધિકારી  એચ.એ.જાડેજા પો.ઇન્‍સ શ્રી ધોરાજી  રવીરાજસિહ જાડેજા પો.કોન્‍સ ધોરાજી ચંદ્રસિહ વસૈયા પો.હેડ.કોન્‍સ.ધોરાજી  પ્રદીપસીંહ ચુડાસમા પો.કોન્‍સ ધોરાજી

 રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્‍સ ધોરાજી સહદેવસીંહ ચૌહાણ પો.કોન્‍સ ધોરાજી  અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા પો.હેડ.કોન્‍સ.ધોરાજી   વિગેરે જોડાયા હતા

 ઉપરોક્ત બનાવની તપાસએચ.એ.જાડેજાપોલીસ ઇન્સ્પેક્ટરધોરાજી ચલાવી રહેલ છે

(9:30 pm IST)
  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST