Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જામનગરનાં નાની નાગાજરમાં વારસાઇ જમીન માટે પુત્રએ જીવીત માતાને સરકારી ચોપડે મૃત બતાવી દીધા

જામનગરમાં ગર્લફ્રેન્ડ સાથે સંબંધ હોવાની શંકાના આધારે છરી ઝીંકી દીધી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪ : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નમ્રતાબેન મહેન્દ્રભાઈ ભટ્ટી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ–૪–ર૦૧૮ના રોજ નાની નાગાજર ગામે આરોપી રામજીભાઈ વિરમભાઈ ગમારા વાળાએ તેમના ભાઈ તથા તેમના બહેનો તથા તેમના માતાના તથા તેમના નામે ચાલતી ખેતીની જમીનને પોતાના એકલાના નામે કરવા સારૂ ખોટો વારસાઈ આંબો બનાવી તેમજ ખોટા દસ્તાવેજોના આધારે વારસદારો છુપાવી તેનું એકલાનું વારસદાર તરીકે નામ દાખલ કરાવી વારસાઈ નોંધ ૧૬૭૩ ના કામે ફરીયાદી નમ્રતાબેનની ખોટી સહીઓ હાથ ધરેલ અને આરોપી રામજીભાઈ વિરમભાઈ ગમારા ના માતા રૈયાબેન જે જીવીત હોવા છતા અવસાન થયેલાનું જાહેર કરી ખોટુ મરણ પ્રમાણપત્ર કઢાવી તેનો સાચા તરીકે ઉપયોગ રજુ કરેલ તેમજ આ કામના આરોપી રામજીભાઈ વિરમભાઈ ગમારા નુ વારસદારો છુપાવવા કરેલા ખોટા પેઢીના માં પંચો તરીકે સહીઓ કરી  આરોપીઓ રામજીભાઈ વિરમભાઈ ગમારા, કરણાભાઈ પબાભાઈ ગમારા, કિશોર કરમશીભાઈ પારધી એ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

છરી મારી દીધી

અહીં હાલાર હાઉસ બ્લોક નં. ૪પ માં રહેતા મીલન ડાયાભાઈ શીયાળ ઉ.વ. ૧૯ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૩ ના રોજ ફરીયાદીને આ કામેના આરોપી મીલન ધીરૂભાઈ શીયાળ રહે. નાગેશ્વરવાળાએ ફરીયાદીની ગર્લફેન્ડ મોહીની સાથે સંબંધ હોવાની શંકા રાખી ફરીયાદીને આરોપીને પોતાના ઘર પાસે નાગેશ્વર કોલોની વાકોલ માતાના મંદિર પાસે બોલાવી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી ફરીયાદીને છરી વડે ઈજા કરી ગુન્હો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૧–ર૦ર૦ના શંકરટેકરી, પાણીના ટાંકા પાસે, જામનગરમાં આરોપી અરમાન મહમદહુશેન બ્લોચ, રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

હોટલમાંથી રોકડ ચોરી

પંચ એ પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ નવનીતભાઈ ઘુંમરાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૧–ર૦ર૦ના  ફરીયાદી નિલેશભાઈ પોતાની હોટલના રેસ્ટ રૂમમાં સૂતા હોય તે દરમ્યાન પોતાના રોકડા રૂ.રર,૦૦૦/– ભરેલ પાકીટ ઓશીકાની બાજુમાં રાખેલ હોય જે પાકીટ માંથી રોકડા રૂ. રર,૦૦૦/– ની ફરીયાદી નિલેશભાઈના હોટલના શંકામંદ કોઈ સ્ટાફ કર્મચારીએ ચોરી કરી લઈ જતા ગુનો કરેલ છે.

હાથ ઉછીના લીધેલ રૂપિયા પરત નહીં આપતા માર માર્યો

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સાગરભાઈ હરજીભાઈ કુંઢીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧૧–ર૦ર૦ના શંકર ટેકરી આશાપુરા મંદિર, ફરીયાદી સાગરભાઈ એ આરોપી રણજીતભાઈ કિશોરભાઈ થડકીયા પાસેથી ઉછીના પચાસ હજાર રૂપિયા લીધેલ હોય જેથી આરોપી ફરીયાદી રણજીતભાઈ કિશોરભાઈ થડકિયા ફરીયાદી સાગરભાઈના ઘરે જતા રૂપિયાની પરત માંગણી કરતા ફરીયાદી સાગરભાઈની આર્થીક પરિસ્થિતી નબળી હોય જેથી આરોપી રણજીતભાઈ કિશોરભાઈ થડકીયાને થોડા સમય પછી આપી દેવાનું કહેતા આરોપી રણજીતભાઈ કિશોરભાઈ થડકીયા એ ફરીયાદી સાગરને તથા તેના પત્ની સાહેદને ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદી આરોપી રણજીતભાઈ કિશોરભાઈ થડકીયાને ગાળો આપવાની ના કહેતા આરોપી રણજીતભાઈ કિશોરભાઈ થડકીયા ઉશ્કેરાઈ જઈ અને ફરીયાદી સાગરને લોખંડના પાઈપથી માથાના ભાગે એક ઘા મારી ઈજા કરેલ તેમા ફરીયાદી સાગરના પત્ની વચ્ચે પડતા આરોપી નુતનબેન રણજીતભાઈ થડકીયા એ ફરીયાદી સાગરભાઈના પત્નીને ઢીકાપાટુનો માર મારેલ હોય અને આરોપી રણજીતભાઈ કિશોરભાઈ થડકીયા એ ફરીયાદી સાગરભાઈને ઉછીના રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:20 pm IST)