Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

માંગરોળ દરીયા કીનારાની બંદર સોસાયટીમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો : લોકોમાં ફફડાટ

દરીયા કીનારાના બંદર સોસાયટીમાં સિંહ CCTV કેમેરામાં કેદ

માંગરોળના દરીયાકાંઠા વિસ્તારમાં અવાર નવાર સિંહના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ખાસ કરી માંગરોળના દરીયા કીનારાના જંગલમાં અવાર નવાર સિંહ દેખાતા હોય છે. ત્યારે આજે માંગરોળ દરીયા કીનારાની બંદર સોસાયટીમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો અને CCTV કેમેરામાં કેદ થયો હતો. જેના કારણે આ સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે

(12:31 pm IST)