Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

માધવપુર (ઘેડ) માં તીનપતી જુગાર રમતા ૪ શખ્સો ર૭ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ર૪ :.. માધવપુર (ઘેડ) માં તીનપતી જૂગાર રમતા ૪ શખ્સોને રોકડ ર૭૬૦૦ સાથે પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓ દ્વારા જિલ્લામાં દારૂ - જૂગારની ગે. કા. પ્રવૃતિ નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે એલસીબી પીઆઇ એમ. એન. દવે તથા પીએસઆઇ એન. એમ. ગઢવી, નાઓન માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો માધવપુર પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કો. રવિભાઇ ચાઉ નાઓને મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે, પોરબંદર, માધવપુર, ચાવંડટીંબા, દોલતની ખાણ પાસે, બાવળોની કાંટમાંથી જાહેરમાં ગંજીપતાના પાના વડે હારજીતનો જૂગાર રમતા જગદીશ ઉર્ફે કાળુ કરશનભાઇ ચુડાસમા ઉ.ર૭ રહે. માધવપુર, મેરૂ વિરમભાઇ મોકરીયા ઉ.૪૯ રહે. પાતા ગામ, ડેલાવડ સીમ, માલદે પરબતભાઇ વાંજા ઉ.૪૦ રહે. માધવપુર તથા રામ ફોગાભાઇ કોળી રહે. પાતા વાળાને ગંજીપતાના  પાના તથા રોકડા રૂ. ર૭,૬૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. દરોડા દરમિયાન પ્રવિણ ઉર્ફે પવલો વાંજા નાસી ગયેલ છે.

કામગીરી કરનાર પોરબંદર જમાદાર રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝૂડા, કો. રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, કો. વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદર, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતાં.

(11:45 am IST)
  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST

  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST