Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મોરબી-માળિયા પેટા ચૂંટણીમાં ભયાનક નાણાકીય ગેરરીતી ? ગંભીર આક્ષેપો

કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ચૂંટણી પંચ કમિશ્નરને પત્ર લખ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં સત્ત્।ાધારી પક્ષ દ્વારા અનેક અપક્ષ ઉમેદવારો ઉભા રાખી ચુંટણી માહોલ બગડેલ છે તેમજ ચુંટણીનું પ્રુથકરરણ કરતા ભયાનક નાણાકીય ગેરરીતી કરવામાં આવી હોય તેવા ગંભીર આક્ષેપો સાથે રાજયના ચૂંટણીપંચને પત્ર લખવામાં આવ્યો છે.

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રાજયના ચૂંટણીપંચ કમિશ્નરને પત્ર પાઠવી જણાવ્યું છે કે સત્ત્।ાધારી પક્ષે ચૂંટણી જીતવા ચોક્કસ કોમના કોંગ્રેસના અન્બ્લોક મતો તોડવા માટે એકથી અનેક લઘુમતી ઉમેદવારોને ઉભા રાખેલ અને તમામ આર્થિક મદદ સાથે તમામ સવલતો આપી હતી જે ઉમેદવારો ઉભા રાખવા પુષ્કળ નાણા અપાયેલ છે અને આગળ વધીને ઉમેદવારોને એક મતના રૂપિયા બેથી પાંચ હાજર સુધીની રકમ ચુકવવામાં આવી છે મતદાન અટકાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી સત્ત્।ાધારી પક્ષ દ્વારા અનેક વિસ્તારમાં અનેક બુથ પર સેમી બુથ ઉભા કરી મતદારોના કાર્ડ ખરીદી એક મતના રૂપિયા એક હજાર આપી મતદાન ના કરવા મતદારોને પ્રેર્યા હતા.

ત્યારે આ ચુંટણીમાં ઉભા રાખેલ ઉમેદવારોની સામાજિક, આર્થિક અને રાજકીય કાર્યની તેમજ અન્ય શું પ્રવૃતિઓ છે તે તમામ વિગતો મેળવવી જોઈએ જેથી જાણવા મળે છે કે ઉભેલ ઉમેદવારોમાંથી મહદઅંશે સામાન્ય કક્ષાના રહેલ છે આ ચૂંટણીમાં સત્ત્।ાધારી પક્ષ દ્વારા નાણાનો જે ખુલ્લેઆમ ગેરઉપયોગ થયો છે તે તથા અઢળક નાણા કયાંથી આવ્યા અને કોણે પુરા પાડ્યા તે બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ ચૂંટણી જીતવા માટે સત્ત્।ાધારી પક્ષે જેલમાં બંધ ગુંડાઓને જામીન અપાવી મતદાન કરાવવાના કામે લગાડવાની પણ વ્યાપક લોકચર્ચા છે જેથી યોગ્ય તપાસ કરવા માંગ કરી છે.

(10:02 am IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST

  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST