Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જિલ્લા પંચાયત સુધી પહોંચ્યું :જિલ્લા વિકાસ અધિકારી થયા સંક્રમિત:ડી જે જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

જિલ્લા કલેકટર રજા પર હોવાથી કલેકટરનો ચાર્જ પણ જિલ્લા વિકાસ અધિકારી પાસે છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જિલ્લા પંચાયત સુધી પહોંચ્યું છે જિલ્લા વિકાસ અધિકારી પણ સંક્રમિત થયા છે જિલ્લા વિકાસ અધિકારી ડી જે જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે હાલમાં જિલ્લા કલેકટર રજા પર હોવાથી કલેકટરનો ચાર્જ પણ જિલ્લા વિકાસ અધિકારી પાસે  છે

(7:47 pm IST)
  • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST

  • બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST

  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST