Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભાવનગર : ર અલગ-અલગ અકસ્માતમાં ર દંપતિના મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.ર૪ : ભાવનગરમાં બે જુદા જુદા અકસ્માતમાં બે દંપતિના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ભાવનગરમાં ફુલસર વિસ્તારમાં રહેતા મંગાભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૬૦) અને તેના પત્ની ચંપાબેન મોટર સાયકલ ઉપર જઇ રહ્યા હતાં.ત્યારે ટેન્કર ચાલકે બાઇકને હડફેટે લેતા બન્નેના મોત નિપજયા હતાં.

જયારે ભાવનગરના શિહોર પાસે ખાનગી બસના ડ્રાઇવરે બાઇક ચાલકને હડફેટે લેતા બગદાણા નજીકના કરમદયા ગામના એભલભાઇ ગેમાભાઇ ડાભી (ઉ.વ.૩પ) અને તેના પત્ની શોભાબેન (ઉ.વ.૩ર) ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

(3:03 pm IST)