Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રોપ વે બન્યો મોર પે, ૯ કરોડનો પ્રોજેકટ પહોંચ્યો ૧૩૦ કરોડેઃ શું આ છે ભાજપ નો વિકાસ? ઉષાબેન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૩: જૂનાગઢના વિકાસમાં પાયારૂપ સુવિધા પુરી પડતો રોપ વે પ્રોજેકટનું કામ આખરે પૂર્ણ તો થયું પણ સરકારની અણઆવડત અને નિષ્ફળ આયોજનના કારણે આ ૯ કરોડનો પ્રોજેકટ આજે રૂપિયા ૧૩૦ કરોડે પહોંચી જતા આમ જનતામાં ચર્ચા એ જોર પકડતા સરકારની અણઆવડત અને ઢીલી નીતિ અને નિષ્ફળ આયોજનના કારણે પ્રજાના પૈસાનું પાણી થઇ આવ્યાનું ચર્ચા રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાએ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા આ રોપ વે ને મોર પે ગણાવી સરકારની અણઆવડત ઢીલી નીતિ અને નિષ્ફળ આયોજનની ઝાટકણી કાઢી ખેદ સાથે દુઃખ ની લાગણી વ્યકત કરેલ છે અને દુઃખ સાથે જણાવેલ કે આવા તો અનેક પ્રોજેકટો મંદ ગતિએ ચાલી રહેલ હોય સરકારની અણઆવડત - નિષ્ફળ આયોજન અને ઢીલી નીતિના કારણે પ્રજાના પરસેવાની કમાણીથી ભરવામાં આવેલ સરકારી તેજોરીને ખાલી કરવામાં આવી રહેલ છે સરકારની આવી ખોટી નીતિના કારણે ભારતની અર્થ વ્યવસ્થા નબળી પડી રહેલ છે આ પ્રોજેકટની વાત કરીએ તો કામ ખુબજ વિલંબ સાથે પૂર્ણ થઇ આવેલ છે જે ટીકાને પાત્ર છે. સરકારની ફૂટ નીતિના કારણે આજે આવી નાની યોજનાઓનું બજેટ ૧૪ ગણું થતું હોય તો આર્થિક રીતે સરકારી ખજાનામાં પડતી ખોટ આખરે તો પ્રજાના શીરે જ છે, ત્યારે આમ જનનાએ જાગૃત થવાની જરૂર છે એમ અંતમાં જણાવેલ છે.

(11:32 am IST)