Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ખંભાળિયાના પરોડીયામાં એસ્સાર બલ્ક ટર્મીનલમાં ઘૂસી સરપંચ સહિત ૧૬ શખ્સોનો આતંક

સિકયુરીટી ગાર્ડને મારતાં સારવારમાં : પોલીસે રાયોટીંગ સહિતનો ગુનો નોંધ્યો

ખંભાળીયા,તા.૨૪ :  સલાયા નજીક આવેલ એસ્સાર જેટી ગઈટ નં-૧૦ પર સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં ભીખાભાઈ સાજણભાઈ મોરી (ઉવ.૩૬)નામના રબારી યુવાન ગતરોજ પોતાની ફરજ પર હતાં ત્યારે પરોડીયા ગામના સરપંચ સહિતના ૧૬ શખ્સો રાયદે ડોસલ ભાચકન, રાજેશ સીદા ભાચકન, લગધીર જેઠા ભાચકન, ધના જીવા ભાચકન, વિરા કચરા ભાચકન, માલદે ખીમાલંદ મશુરા, ભોજા દુલા ભાચકન, દેવાણદ કરશન મસૂરા, નગા રામ ભાચકન, ધાના જીવા મશુરા, ભીખા ડોસલ ભાચકન તથા અજાણ્યા પાંચ શખ્સોએ કંપની સાથેના ચાલતા મનદુઃખમાં ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઈપ તયા લાકડીઓ સાથે ઘૂસી જઈ ફરીયાદી ગાર્ડને આડેધડ મારમારતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે સિકયુરીટી ગાર્ડની ફરીયાદ પરથી ગુનો નોંધી તમામની શોધખોળ હાય ધરી છે.

આરંભડામાં મહિલા પર હુમલો

મિઠાપુરના આરંભડા ગામે ઈન્દીરાનગરમાં રહેતાં ફાતમાબેન હાસમભાઈ પઠાણ (ઉવ.૫૦)ના મહિલાએ મિઠાપુર પોલીસે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ઘર નજીક જ રહેતો ફારૂક બબાભાઈ બેતારાએ મારા પુત્રને ફોન કરી કહેલ કે તું ગામમાં ડિઝલ વેચે છે એવી વાતો કરે છે. કહી મને અને મારા પુત્રને ફોનમાં ગાળો કાઢી ઘરની ડેલી પાસે લાકડાનો ધોકો લઈ આવી મારી નાખવાની ધમકી આપી મેં ડેલી ખોલતાં લાકડાનો ધોકો માર્યો હતો. તેની સાથે રહેલા ફાતમાબેન બાબુભાઈ બેતારા, રહેમત બબા બેતારાએ ગાળો કાઢી હતી. પોલીસે ત્રણેય શખસો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(12:50 pm IST)