Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બાયોડીઝલમાં રાજયમાં થતી ભેળસેળ સાને ગેરકાયદે વેચાણ રોકવા સરકાર દ્વારા જીલ્લા કલેકટરો અને ફુડ એન્ડ સીવીલ સપ્લાય વિભાગને લખાયેલો પત્ર

(વિજય વસાણી દ્વારા) આટકોટ  તા. ર૪ : ગઇકાલે ગુજરાતના ફુડ, સિવીલ સપ્લાઇઝ એન્ડ કન્ઝયુમર અફેર્સ વિભાગના જોઇન્ટ સેક્રેટરીએ ફુડ એન્ડ સીવીલ સપ્લાઈઝના ડાયરેકટર, બધા જીલ્લા કલેકટરો અને ઇન્ડીયન ઓઇલના રાજય કક્ષાના કોર્ડીનેટરને રાજયભરમાં ગેરકાયદે વેચાતા બાયોડીઝલના વેચાણને અંકુશમાં લેવા એક પત્ર લખ્યો છે.

જેમાં કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ અને કુદતી ગેસ મંત્રાલયના ર૭ ઓગસ્ટ ર૦ર૦ના પત્રનો હવાલો આપતા જણાવાયું છે કે મંત્રાલયના પત્ર અનુસાર મંત્રાલયને બાયોડીઝલના નામે બિનઅધિકૃત ઉત્પાદનો વેચાતા હોવાની ઘણી બધી ફરીયાદો મળી છે જેવાહનમાં અને ઔદ્યોગીક ઉપયોગમાં વપરાય, જે બાબતે ધ્યાનમાં આપીને આવા બિનઅધિકૃત વેચાણ રોકવા જરૂરી છે.

જોઇન્ટ સેક્રેટરીએ પત્રમાં જણાવ્યું છે કે આવુ બિનઅધિકૃત વેચાણ સરકાર માટે તો જોખમી છે જ ઉપરાંત તેના લીધે સરકારની વિભીન્ન ટેક્ષની આવક પણ ઘટે છે. આ ઉપરાંત પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલય આપવામાંં આવેલ ટ્રાન્સપોર્ટેશનના ઉદેશ માટે હાઇસ્પીડ ડીઝલમાં બાયોડીઝલના મિશ્રણ માટે વેચાણ માટેના દિશા નિર્દેશોમાં પણ કહેવામાં આવ્યું છે કે રાજય સરકારોના અધિકારીઓને બાયોડીઝલના વેચાણ કેન્દ્રો પર ચેક કરવાની સત્તા હોવી જોઇએ કે ગ્રાહકને મળતું બાયોડીઝલ યોગ્ય ગુણવતાવાળુ અને યોગ્ય જથ્થામાં હોવું જોઇએ અને વાહન વ્યવહાર માટે એકજ ઇંધણ તરીકે ન વેચાવું જોઇએ.

જો બાયોડીઝલનો વેચવામાં આવતો કોઇ પણ નમુનો તપાસમાં ફેઇલ જણાય રાજય / જિલ્લા પ્રશાસન તેની સામે પગલા લઇ શકે છે. બાયોડીઝલના વેચાણ બીઆઇએસ સ્ટાન્ડર્ડનું જ બાયોડીઝલ વેચે છે અને બાયોડીઝલ તથા ડીઝલના મિશ્રણ અથવા ખાલી ડીઝલ નથી વેચતા તેની ખાતરી કરવા માટે જાહેર ક્ષેત્રની કંપનીના એન્ટી એડલ્ટરેશન સેલ રાજય સરકારના અધિકારીઓને સાથે રાખીને ચેકીંગ કરી શકે, તપાસ કરી શકે અને બિન અધિકૃત જથ્થાને જપ્ત કરી શકે તથા તે બાયોડીઝલના મેન્યુ ફેકચરીંગ પ્લાન્ટ, સ્ટોરેજ અને ડીસ્ટ્રીબ્યુશન યુનિટો તથા રિટેલ યુનિટોને બંધ કરાવી શકે તેવી સત્તા આપવમાં આવી છે.

ઉપરોકત બાબતોને ધ્યાનમાં લઇને પત્રમાં જણાવાયું છે કે ઓઇલ માર્કેટીંગ કંપનીની ટીમને સાથે લઇને સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવા માટેજરૂરી લેવામાં સ્થાનિક પોલીસ અને ગુજરાત રાજયના સ્ટેટ ટેક્ષ અને કોમર્શીયલ ટેક્ષ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખવા આ ટીમે કાયદા અનુસાર બાયોડીઝલ વેચતા રીટેલ આઉટ લેટ અને બિનઅધિકૃત રીતે બાયોડીઝલ વેચતી દુકાનોમાંથી સેમ્પલ લઇને તેન ેગાંધીનગર ખાતેની ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવાના રહેશે આ કામગીરીને ટોપ પ્રાયોરીટીમાં શરૂ કરવાનું પણ પત્રમાં કહેવાયું છે.

(11:48 am IST)