Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મુળી તાલુકાના ટીકર, સડલા, ગોદાવરી અને ગૌતમગઢ ગામના ખેડૂતોની જમીનને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે વીજલાઇન નાખવાનો હુકમ

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશે એક હુકમ દ્વારા રાજયના જાહેરહિતમાં અને રાજય અને રાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખી તમામ વ્યકિત અને તમામ ઔદ્યોગિક એકમો તેમજ તમામ ખેડુત ખાતેદારોને વીજ પુરવઠો નિયમિત અને પુરા દબાણથી મળી રહે તે માટે મુળી તાલુકાના ટીકર, સડલા, ગોદાવરી અને ગૌતમગઢ ગામના કેટલાક ખાતેદાર ખેડુતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કાર્યપાલક ઈજનેરશ્રી જેટકો લીંબડી દ્વારા ૬૬ કે.વી.ની બેવડી વિજરેષા નેરોબેઝ ટાવર ઉપર વિજરેષા પ્રસ્થાપિત કરવાના કામ માટે તેના મંજુર થયેલ નિશ્વિત રૂટમાં આવતા ખેડુત ખાતેદારના ખેતર/જમીનમાંથી પસાર કરવા ઈન્ડીયન ટેલિગ્રાફ એકટ-૧૮૮૫ની કલમ-૧૬ હેઠળ મળેલ સત્ત્।ાની રૂએ મંજૂરી આપી છે.

આ હુકમનું પાલન ન કરનાર ઈન્ડીયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર બનશે તથા જેટકો લીંબડી તરફથી વીજ લાઈન નાંખવાના કારણે પ્રોપર્ટી માલિકોને થનાર નુકસાન સામે પ્રવર્તમાન કાયદા અને કંપનીના નિયમો મુજબ પુરેપુરૂ વળતર ચુકવવાનું રહેશે તેમજ થાંભલા નમી જાય તો કાર્યપાલક ઈજનેરશ્રી, જેટકો લીંબડીએ સહકાર આપવો પડશે. જેટકો લીંબડી તરફથી ચુકવવામાં આવનાર વળતર બાબતના કોઈપણ વાંધા સામે પ્રોપર્ટી માલીક ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ અપીલ કરી શકે છે. તેવો હુકમ કરવામાં આવ્યો છે.

(11:46 am IST)