Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગોંડલ શહેર-તાલુકામાં ૪૯ કસ પોઝિટીવઃ સવારે ૧૬ પછી ૩૩ રિપોર્ટ પોઝીટીવઃ આરોગ્ય તંત્ર સતર્ક

ગોંડલઃ આજે ગોંડલ શહેર અને તાલુકામાં ૪૯ કેસ પોઝિટીવ આવ્યા છે.સવારે ૧૬ કસ પોઝીટીવ આવ્યા પછી ૩૩ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યુંછે.

આ અંગેની વિગતો જોઇએ તો ગોંડલ પંથકમાં કોરોનાની સ્થિતિ કથળી છે. આજે વધુ એક કોરોના વિસ્ફોટ થયો છે. ગોંડલ શહેર અને તાલુકામાં આજેએક જ દિવસમાં ૪૯ કેસ પોઝિટિવ નોંધાયા છે.સવારે ૧૬ કેસ પોઝિટિવ નોંધાયા બાદ પછી પણ ૩૩ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.  જેમાં આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્યમાં ઘોઘાવદર, પાંચિયાવદર, ગોમટા, બંધિયા અને મોવિયા તેમજ ત્રાકુડામાં નવા કેસ સામે આવ્યા છે.

(8:46 am IST)