Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ થતા ખેતરો પાણી પાણી

ગઢાળા,ખાખરીયા,સેવંત્રા ગામે સારો વરસાદ થતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા

ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા. ગઢાળા, ખાખરીયા, સેવંત્રા ગામે સારો વરસાદ થતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો,  ભાયાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ભીંજાઇ ગયા અને શેરીઓ અને બજાર પાણી પાણી થયા હતા . વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા

(10:24 pm IST)